Advertisement
Author: નોબત સમાચાર

લોસ એન્જલસની આગમાં ર૪ ના મૃત્યુઃ હજારો ઘર તબાહ

૯૦ના દાયકાના હાલમાં ૩ર વર્ષિય ચાઈલ્ડ એક્ટર સહિત

વોશિંગ્ટન તા. ૧૩: ભારે પવને લોસ એન્જલસની આગમાં બળતામાં ઘી હોમ્યું છે, તેથી મૃત્યુઆંક ર૪ થયો છે, જેમાં ૯૦ ના દાયકાના ચાઇલ્ડ એક્ટરનું પણ મૃત્યુ થયું છે.

લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગથી અત્યાર સુધી ર૪ લોકોના મોત થઈ ચૂક્યા છે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસોમે કહ્યું કે, 'આ અમેરિકાના ઈતિહાસની સૌથી વિનાશકારી કુદરતી વિપત્તિ થઈ શકે છે, જેણે હજારો ઘરોને પણ તબાહ કરી દીધા છે.' લોસ એન્જલસના બે ભાગો ઈંટન અને પેલિસેડ્સમાં છેલ્લા ૬ દિવસથી આગ વ્યાપી રહી છે. પેલિસેડ્સ ફાયર ઝોનમાં અત્યાર સુધી ૮ લોકોના મોત નિપજ્યા. ઈંટન ફાયર ઝોને ૧૬ લોકોના જીવ લઈ લીધા.

લોસ એન્જલસ અમેરિકાનું બીજું સૌથી મોટું શહેર છે. ૧૯૯૦ ના દાયકામાં આગામી બ્રિટિશ ટીવી શો કિડી કેપર્સના ઓસ્ટ્રેલિયન ચાઈલ્ડ એક્ટર રોરી સાઈક્સનું પણ મોત નિપજ્યું છે. આ પૂર્વ એક્ટર અત્યારે લગભગ ૩ર વર્ષનો હતો.

લિસેડ્સની આગ લગભગ ર૩,૬૦૦ એકરની જમીન પર ફેલાઈ ચૂકી છે, જો કે તેના ૧૧ ટકા ભાગ પર કાબૂ મેળવી લેવાયો છે. ઈંટનની આગ ૧૪,૦૦૦ એકર સુધી ફેલાયેલી છે. તેના પણ લગભગ ૧પ ટકા ભાગ પર કાબૂ મેળવી લેવાયો છે. કેલિફોર્નિયાના સેન ફરનેન્ડો વેલીમાં ફાયર ટોરનેડો પણ દેખાયો, અને ભારે પવનો ફૂંકાયા જેનાથી આગ વધુ ભડકી ગઈ. આગની ઘટનાથી લગભગ ૧ર હજારથી વધુ ઈમારતો નુક્સાનગ્રસ્ત થઈ ગઈ છે. આ કારણે અત્યાર સુધી લગભગ ૧ લાખ લોકોએ પોતાનું ઘર છોડવા માટે મજબૂર થવું પડ્યું છે. અત્યાર સુધી ૧૩પ બિલિયન ડોલરથી ૧પ૦ બિલિયન ડોલરના આર્થિક નુક્સાનનું અનુમાન છે.

એન્થની હોપકિન્સ, પેરિસ હિલ્ટન, મેલ ગિબસન, બિલી ક્રિસ્ટલ સહિત ઘણાં એક્ટર્સે આગના કારણે પોતાના ઘરને ગુમાવી દીધા છે. સાંતા એના પવન ઓછા થવાથી ફાયર ફાઈટર્સને થોડી રાહત મળી. આ હવાઓ આગને વધુ ઝડપથી ફેલાવી રહી હતી. અધિકારીઓએ ચેતવણી આપી છે કે રવિવાર રાતથી બુધવાર સુધી પવન ફરીથી ઝડપી થઈ જશે અને ૯૬ કિ.મી./કલાક સુધીની સ્પીડ સુધી પહોંચી જશે. આગ લાગવાના કારણોની જાણ મેળવવા માટે સંધીય અને સ્થાનિક અધિકારીઓ દ્વારા એક મોટી તપાસ શરૂ કરવામાં આવી છે, જો કે મોટાભાગના મામલે જંગલોની આગ કુદરતી હોય છે, પરંતુ આ કોઈનું કાવતરૃં પણ હોઈ શકે છે.

જો બાઈડનની ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય અને કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસોમે કહ્યું છે કે, 'શહેરને ફરીથી વસાવવામાં આવશે. અમારી ટીમ પહેલેથી જ લોસ એન્જલસ ર.૦ પર કામ કરી રહી છે.' અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેલિફોર્નિયાની સૌથી ભયાનક આપત્તિઓમાંની એક છે. તેઓ આગ બુઝાવી શકતા નથી, તેમને શું તકલીફ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh