Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવાગામ ઘેડ તથા સુભાષબ્રિજમાં બે યુવાન પર હુમલાઃ
જામનગર તા.૧૩ : જામનગરના સુભાષબ્રિજ પાસે એક યુવાન પર ચાર શખ્સે હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જ્યારે શુક્રવારે રાત્રે નવાગામ ઘેડમાં એક પ્રૌઢને છરી હુલાવી દેનાર સામે ગુન્હો નોંધાયો છે. ઉપરાંત પોલીસ કેસ પાછો ખેંચવા સામે મહિલાએ રૂ.રપ લાખ માંગી ખોટા કેસમાં સંડોવી દેવાની ધમકી આપતા એક વ્યક્તિએ તે મહિલા સામે પોલીસમાં રાવ કરી છે.
જામનગરના નદીપા વિસ્તારમાં અગાઉ રહેતા અને હાલમાં કચ્છના અબડાસામાં વસવાટ કરતા આસિફ ઓસમાણ રાવમા ગઈ તા.૪ની રાત્રે જામનગરમાં સુભાષબ્રિજ પાસે આવ્યા હતા. ત્યારે ત્યાં ધસી આવેલા ઈસ્તિયાક બોદુભાઈ, સુફીયાન ઉર્ફે સુકલો, સમીર ઉર્ફે ચરસી, તોઈદ ઉર્ફે પપલો નામના ચાર શખ્સે તેના મિત્રને છોડાવવા માટે પૈસા માંગ્યા હતા.
તેની સામે આસિફભાઈએ પોતાની પાસે પૈસા નથી તેમ કહેતા ઈસ્તિયાક અને સુકલાએ હુમલો કર્યો હતો. ત્યારે ચરસી અને પોપલાએ તેઓને પકડી રાખ્યા હતા અને ઈસ્તિયાક તથા સુકલાએ ઢીકાપાટુથી માર મારતા આસિફભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરમાં નવાગામ ઘેડમાં આવેલી મધુરમ રેસીડેન્સીમાં રહેતા મહાવીરસિંહ ગંભીરસિંહ ઝાલા શુક્રવારે રાત્રે પોતાના ઘર પાસે હતા ત્યારે ત્યાં આવેલા રાજવીર હેમતભાઈ મારકણા ઉર્ફે રાજીયા નામના શખ્સે ફોન કરીને મહાવીરસિંહના પુત્રને ઘરની બહાર બોલાવ્યા પછી તેની સાથે ઝઘડો અને ઝપાઝપી શરૂ કરી હતી. આ વેળાએ મહાવીરસિંહ બહાર આવ્યા હતા અને તેઓએ ઝઘડો કરવાની ના પાડતા રાજીયાએ ગાળો ભાંડી પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી તેમના પર હુમલો કરી પગમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો. ઈજા પામેલા આ પ્રૌઢને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તેઓએ ફરિયાદ કરી છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતા યુસુફભાઈ સીદીકભાઈ ખીરા ગઈ તા.૩૦ની બપોરે એક ટ્રાવેલ્સની ઓફિસ નજીક શ્રીજી હોસ્પિટલ પાસે હતા ત્યારે શંકરટેકરીમાં નવી નિશાળ નજીક રહેતા એક મહિલા આવ્યા હતા.
થોડા સમય પહેલા યુસુફભાઈના ભાઈ સામે એક પોલીસ ફરિયાદ થઈ હતી. તે કેસમાં સમાધાન માટે રૂપિયા ૨૫ લાખ માંગી આ મહિલાએ યુસુફભાઈને ધમકી આપી હતી અને પોતે દવા પી લઈ ખોટા કેસમાં સંડોવી દેશે તેમ કહેતા યુસુફભાઈએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial