Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિક્કા પાલિકાના સી.ઓ. પાસે ચાર્જ, અને તેઓ પણ રજા પર જતા
ખંભાળિયા તા. ૧૩: ખંભાળિયા નગરપાલિકાના ઈન્ચાર્જ ચીફ ઓફિસર અને સિક્કાના સી.ઓ. રજા પર જતા ઈન્ચાર્જ ચીફ ઓફિસરનો ચાર્જ હવે સલાયાના ચીફ ઓફિસરને સોંપાયો છે. આ પહેલા પણ એક વર્ષમાં ૧૩ ઈન્ચાર્જ ચીફ ઓફિસર રહ્યા હતાં.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયામાં પાલિકા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસની બદલી થતા ખાલી જગ્યા પર સિક્કાના ચીફ ઓફિસર આર. કરમુરની નિયુક્તિ ઈન્ચાર્જ તરીકે થઈ છે. જેમણે પાલિકાની સ્થિતિ સુધારવા પ્રયાસો શરૂ કર્યા છે, પણ તાજેતરમાં તેઓ રજા પર જતા તેમના સ્થાને એટલે કે ઈન્ચાર્જના ઈન્ચાર્જ તરીકે સલાયા ચીફ ઓફ અમિત પંડ્યા મૂકાયા છે.
ઉલ્લેખનિય છે કે, અગાઉ એક વર્ષમાં ખંભાળિયા પાલિકામાં ૧૩ જેટલા ચીફ ઓફિસર તાં. સલાયા, ઓખા, દ્વારકા, જામરાવલ, ભાણવડ, જામજોધપુર, સિક્કા વિગેરેથી અહીં ચાર્જમાં મૂકાયા હતાં. તેેેેેેેેેેેેેેેેેે છેક સી.એમ. સુધી રજૂઆત થતાં કાયમી ચીફ ઓફિસર મૂકાયા હતાં, પણ થોડા જ સમયમાં અહીંથી કાયમી ચીફ ઓફિસરો અન્યત્ર બદલી થઈ જાય છે. ઈન્ચાર્જનું થીંગડું યથાવત્ જ રહે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial