Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને આરોપી સામે અગાઉ નોંધાયો હતો ગુજસી ટોકઃ
જામનગર તા.૧૩ : જામનગરના એક આસામીએ નવ વર્ષ પહેલાં સાત ટકાના વ્યાજે રૂ.૧૫ લાખ લીધા પછી હાલમાં રૂપિયા ત્રણેક કરોડની તેઓની જમીન આપી દેવા માટે ગુજસી ટોક હેઠળ અગાઉ પકડાયેલા અને હાલમાં જામીન પર રહેલા બે શખ્સે કડક ઉઘરાણી શરૂ કરતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે ગુન્હો નોંધી બંને શખ્સની ધરપકડ કરી જેલહવાલે કર્યા છે.
જામનગરમાં વસવાટ કરતા એક વેપારીએ વર્ષ ૨૦૧૫માં ઉભી થયેલી આર્થિક જરૂરિયાતના કારણે અશોક ચંદારાણા મારફતે યશપાલ સિંહ જાડેજા અને તેના ભાઈ જશપાલસિંહ જાડેજા પાસેથી રૂ.૧૫ લાખ ૭ ટકાના વ્યાજે ઉછીના લીધા હતા. તે પછી આ આસામીને વિભાપર ગામમાં આવેલી તેઓની અંદાજે ત્રણેક કરોડ રૂપિયાની છ વીઘા જમીન આપી દેવા માટે કડક ઉઘરાણી કરવામાં આવતી હતી.
તે પછી સમાધાન સધાયું હતું અને તે દરમિયાન ગુજસી ટોક હેઠળ નોંધાયેલા એક ગુન્હામાં જશપાલસિંહ અને યશપાલસિંહની ધરપકડ થઈ હતી. આ બંને આરોપી લાંબા સમય સુધી જેલમાં રહ્યા હતા અને જામીન મેળવી મુક્ત થયા હતા. તે પછી ફરીથી આ આસામી પાસે રૂપિયા ત્રણેક કરોડની ઉઘરાણી શરૂ કરાઈ હતી. તેથી કંટાળેલા આસામીએ પોલીસ સમક્ષ ધા નાખી હતી.
ઉપરોક્ત બાબતે ગુન્હો નોંધવા માટે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ સૂચના આપતા સિટી બી ડિવિઝનના પીઆઈ પી.પી. ઝાના માર્ગદર્શન હેઠળ ગુન્હો નોંધી પોલીસે ગઈકાલે આરોપી જશપાલસિંહ, યશપાલસિંહની ધરપકડ કરી હતી. બંને આરોપીને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. અદાલતે બંનેને જેલમાં મોકલી આપવા હુકમ કર્યાે છે. પૈસા ઉછીના અપાવી દેનાર અશોકની શોધ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial