Advertisement
Author: નોબત સમાચાર

સેન્સેક્સમાં ૮૪૩ પોઈન્ટનો કડાકો બોલતા શેરબજાર ધડામઃ રૂપિયો પણ ૮૬ ને પાર

સપ્તાહની શરૂઆતમાં સોમવારેની સવારમાં જ

મુંબઈ તા. ૧૩: આજે સપ્તહના પ્રારંભે શેરબજાર કડડભૂસ થઈ ગયું હતું, તો ડોલર સામે રૂપિયો ૮૬ ને પાર પહોંચ્યો હતો. પ્રારંભે સેન્સેક્સ ૮૪૩ તો નિફ્ટી રપ૮ પોઈન્ટ તૂટ્યો હતો, જેથી રોકાણકારોના ૪.પ૩ લાખ કરોડ સ્વાહા થઈ ગયા હતાં, તો રૂપિયો ડોલર સામે ૮૬.૩૧ ના સર્વકાલિન નીચલા સ્તરે પહોંચ્યો હતો.

શેરબજાર આજે સપ્તાહના પ્રારંભે જ પછડાયું હતું અને શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ ૮૪૩.૬૭ પોઈન્ટ ઘટીને ૭૬,પ૩પ.ર૪ પર ખૂલ્યો હતો. નિફ્ટી રપ૮.૮ પોઈન્ટ ઘટીને ર૩,૧૭ર.૭૦ પોઈન્ટ પર ટ્રેડ થતો જોવયો હતો.

આ ઘટાડાને કારણે બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ૪.પ૩ લાખ કરોડ રૂપિયા ઘટીને રરપ.૧૪ લાખ કરોડ રૂપિયા થયું છે. આ લખાય છે ત્યારે સેન્સેક્સ ૪પર ઘટીને ૭૬,૯ર૬ તો નિફ્ટી ૧૭૮ ઘટીને ર૩,રપર ઉપર છે. ડીમાર્ટનું સંચાલન કરતી કંપની એવન્યુ સુપરમાર્ટસના શેર લગભગ છ ટકા ઘટ્યા છે. ભારતીય રૂપિયાનો ઘટાડો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યો નથી. આજે શરૂઆતના કારોબારમાં ડોલર સામે તે ૮૬ ની નીચે આવી ગયો. પહેલીવાર રૂપિયો આટલા નીચે ગયો છે. શરૂઆતના કારોબારમાં રૂપિયો યુએસ ડોલર સામે ર૭ પૈસા ઘટીને ૮૬.૩૧ ના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચી ગયો.

અમેરિકાના તાજેતરના જોબ રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે, ફેડરલ રિઝર્વ આ વર્ષે વ્યાજ દરમાં વધુ ઘટાડો કહીં. આનાથી ડોલર મજબૂત થયો છે. નોંધનીય છે કે ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડીંગ દિવસે, શુક્રવારે બન્ને શેરબજાર સૂચકાંકો લાલ રંગમાં બંધ થયા હતાં. બજારમાં ઘટાડા વચ્ચે ઝોમેટોના શેરમાં સૌથી વધુ ઘટાડો થયો, જ્યારે ટાટા મોટર્સ, રિલાયન્સથી લઈને એચડીએફસી બેંકના શેર ઘટાડા સાથે જોવા મળ્યા.

આજે સોમવારે જ્યારે શેરબજાર ખૂલ્યું ત્યારે સેન્સેક્સ ૭૬,૬ર૯.૯૦ પર ખૂલ્યો. જે તેના અગાઉના બંધ ૭૭,૩૭૮.૯૧ થી ૭૪૯.૦૧ પોઈન્ટ ઘટીને થોડીવારમાં ૮૩૪ પોઈન્ટ ઘટીને ૭૬,પ૩પ ના સ્તરે પહોંચી ગયો. નિફ્ટી પણ તેના અગાઉના ર૩,૪૩ર.પ૦ ના બંધ સ્તરથી નીચે આવીને ર૩,૧૯પ.૪૦ પર ખૂલ્યો અને થોડી જ વારમાં તે ર૪૭ પોઈન્ટ ઘટીને ર૩,૧૭ર.૭૦ પર બંધ થયો હતો.

આજે સોમવારે સતત બીજા ટ્રેડીંગ સત્રમાં પણ રૂપિયામાં ઘટાડો ચાલુ રહ્યો. અસ્થિર વૈશ્વિક સંકેતો વચ્ચે મજબૂત અમેરિકન ચલણને કારણે તે ર૭ પૈસા ઘટીને રૂ. ૮૬.૩૧ પર આવી ગયો. વિદેશી વિનિમય વેપારીઓએ જણાવ્યું હતું કે, ક્રૂડ ઓઈલના ભાવમાં રેકોર્ડ ઉછાળો, વિદેશી મૂડીનો સતત પ્રવાહ અને સ્થાનિક શેરબજારમાં નકારાત્મક વલણને કારણે સ્થાનિક ચલણ પણ દબાણ હેઠળ હતું. આંતરબેંક વિદેશી વિનિમય બજારમાં રૂપિયો ૮૬.૧ર પ્રતિ ડોલર પર ખૂલ્યો. શરૂઆતના સોદા પછી રૂપિયો ડોલર સામે ૮૬.૩૧ ના સર્વકાલીન નીચા સ્તરે પહોંચ્યો, જે તેના પાછલા બંધ કરતા ર૭ પૈસાનો મોટો ઘટાડો દર્શાવે છે. શુક્રવારે રૂપિયો અમેરિકન ડોલર સામે ૧૮ પૈસા ઘટીને ૮૬.૦૪ પર બંધ થયો હતો જે આજે વધુ તૂટ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh