Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જનપ્રતિનિધિઓ, વિવિધ ક્ષેત્રના આગેવાનો, સમાજના શ્રેષ્ઠીઓ સહિત
જામનગર તા. ૧૩: મૂળ પોરબંદરના મહિયારીના વતની અને જામનગરમાં લેન્ડ ડેવલોપર મેરામણભાઈ હરદાસભાઈ પરમાર (ઉ.વ. પપ) નું હૃદયરોગનો હુમલો આવતા ગત્ શુક્રવાર, તા. ૧૦ ના અવસાન થયું હતું.
ગત્ શનિવારે બપોરે સાડાત્રણ વોમના નિવાસસ્થાનેથી સદ્ગતની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં તેમના કુટંબીજનો, સગા-સંબંધીઓ, શહેર તેમજ અન્ય જિલ્લાના નામાંકિત, સામાજિક, રાજકીય આગેવાનો, મિત્રો વગેરે બહોળી સંખ્યામાં જોડાયા હતાં, જ્યારે તેમના બંગ્લેથી અંતિમયાત્રા નીકળી ત્યારે માનવ મહેરામણ એટલું હતું કે બંગલાની જગ્યા પણ ટૂંકી પડી હતી, તેવો હસમુખા અને મિલનસાર સ્વભાવના હતાં અને બહોળું મિત્ર સર્કલ ધરાવતા હતાં.
જામનગરના સાંસદ પૂનમબેન માડમ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળના ધારાસભ્ય પબુભા માણેક, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા સહિતનાઓ અંતિમ યાત્રામાં જોડાયા હતાં.
તેઓની અંતિમયાત્રા બંગલેથી નીકળી હતી અને નાઘેડીના સ્મશાન ગૃહે પહોંચી હતી જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.
જામનગરમાં આજે સાંજે ૪ થી ૫ પદમ પાર્ટી પ્લોટ, એરપોર્ટ રોડમાં તેમનું બેસણું રાખવામાં આવ્યું છે, જ્યારે તેમના વતન મહિયારી (ઘેડ) માં તા. ૧૪ અને મંગળવારે બપોરે ૩ થી પ હરદાસભાઈ ઉકાભાઈ પરમાર મહેર સમાજમાં બેસણું રાખવામાં આવ્યું છે અને તા. ર૦ ના જામનગરમાં તેમના નિવાસ સ્થાને ઉત્તરક્રિયા/દિવો અને રામદેવજીના પાઠ રાખવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial