Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કનસુમરા પાટીયા પાસે બે મોટર ટકરાઈ પડીઃ એક ચાલકને થઈ ઈજાઃ
જામનગર તા.૧૩ : જામનગરના ઠેબા બાયપાસ પાસે સપ્તાહ પૂર્વે રાત્રિના સમયે એક બાઈકને ક્રેટા મોટરે ઠોકર મારી હતી. ઘવાયેલા સતવારા યુવાનનું સારવાર દરમિયાન ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. લાલપુરના કાનાલુસમાં લેબર કોલોની-૧૦ના પાર્કિંગમાં શનિવારે રાત્રે એક ટ્રકચાલક પર અન્ય ટ્રક ફરી વળતા આ યુવાન ગંભીર ઈજા થવાથી મોતને શરણ થયા છે. કનસુમરા પાટીયા પાસે બે મોટર ટકરાઈ પડતા એકને ઈજા થઈ છે.
જામનગરના કાલાવડ રોડ પર આવેલી ઠેબા ચોકડી પાસે ગઈ તા.૪ની રાત્રે જીજે-૧૦-ડીએફ ૪૫૪૭ નંબરનું યામાહા મોટરસાયકલ લઈ જઈ રહેલા વસંતભાઈ નામના યુવાનને જીજે-૩-ઈએ ૫૧૮૨ નંબરની ક્રેટા મોટરના ચાલકે ઠોકર મારી દીધી હતી. માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ઈજા પામેલા વસંતભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ યુવાનનું ગઈકાલે રાત્રે મૃત્યુ નિપજ્યું છે. મહાપ્રભુજી બેઠક નજીક વસવાટ કરતા પરેશ અમૃતલાલ નકુમે મોટર ચાલક સામે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
લાલપુર તાલુકામાં આવેલા કાનાલુસ ગામ નજીકની લેબર કોલોની-૧૦માં પાર્કિંગમાં શનિવારે રાત્રે દસેક વાગ્યે વિરમભાઈ કારાભાઈ ગરસર નામના યુવાન જીજે-૧૦-ટીએક્સ ૯૯૬૭ નંબરનો ટ્રક લઈને સલ્ફર ભરવા માટે પહોંચ્યા હતા. આ સ્થળે જીજે-૧૦-ટીએક્સ ૮૮૬૯ નંબરના ટ્રકના ચાલકે બેદરકારીપૂર્વક ડ્રાઈવીંગ કરી ત્યાં ઉભેલા વિરમભાઈ તથા અન્ય વ્યક્તિને હડફેટે લીધા હતા. રોડ પર પછડાયેલા વિરમભાઈના મ્હોં અને શરીર પરથી તે ટ્રકના ટાયર ફરી વળ્યા હતા. ગંભીર ઈજા પામેલા આ યુવાનનું મૃત્યુ થયું છે. મોડપરના આલાભાઈ હરભમભાઈ મોરીએ મેઘપર પોલીસ સ્ટેશનમાં ૮૮૬૯ નંબરના ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગરના ખંભાળિયા બાયપાસથી લાલપુર બાયપાસ વચ્ચે આવેલા કનસુમરા પાટીયા નજીક જીજે-૧૧-એએસ ૭૫૯૧ અને જીજે-૨૩-એએફ ૬૨૨ નંબરની બે મોટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક મોટરચાલકને સામાન્ય ઈજા થઈ છે. અકસ્માતના કારણે બંને વાહનમાં ખાસ્સુ નુકસાન થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial