Advertisement
Author: નોબત સમાચાર

જામખંભાળિયાઃ ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરવાના કામનો ખર્ચ હવે દર મહિને રૂપિયા આઠ લાખ થશે

સરકારના નિર્ણય મુજબ ન.પા.ને વરસે એકાદ કરોડની ગ્રાન્ટ મળશે

ખંભાળિયા તા. ૧૩: ખંભાળિયા શહેરમાં પાલિકા દ્વારા અગાઉ ડોર-ટુ-ડોર કચરા કલેકશન પાલિકા સ્ટાફ તથા પાલિકા જ વાહનો દ્વારા કરવામાં આવતુ હતું પરંતુ આડેધડ વહીવટ થતો તથા અનેક વખત ખાલી કચરા ગાડીઓ કચરો ભર્યા વગરની ડમ્પ યાર્ડ પર જતાં પાલિકા સફાઈ વિભાગ દ્વારા પકડાઈ હતી. તે પછી બે-અઢી વર્ષ પહેલા પાલિકા દ્વારા ડોર-ટુ-ડોર કચરો ઉપાડવા માટે કોન્ટ્રાકટથી પસંદગી થઈ હતી. જેમાં વજન પર કચરો ગામમાંથી ઉપાડીને ડમ્પ યાર્ડ પર પહોંચતો કરવાનો કિલો દીઠ ૪ રૂપિયા જેટલો ભાવ હતો. જેમાં ગંભીર રીતે ગેરરીતિ થતી હોવાની ફરિયાદો પણ ઉઠી હતી.

અગાઉ મહિને ૧૦-૧૨-૧૩ લાખ રૂપિયા માસિક બીલો બનતા હતા તથા એજન્સીના વાહનો ગામમાંથી કચરો ભરી ડમ્પ યાર્ડ પહોંચે ત્યારે ત્યા ગાડીના કચરામાંની ધૂળ, પથ્થર, બાંધકામનો ડુચો વજનવાળો નીકળતો હતો જે પછી ગંભીર ફરિયાદો થતાં ફરીથી ટેન્ડર કરવા માટે રાજયમંત્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં યોજાયેલ સંકલન સમિતિમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. તે પછી ટેન્ડરમાં આજ એજન્સી દ્વારા માસિક ૧૪-૧૫ લાખના ભાવો મુકાયા હતા. રાજયના અન્ય વિસ્તારોના ટેન્ડરો સાથે બીજો પ્રયત્ન થતાં આજ એજન્સી માસિક ૭.૯૮ લાખ અંદાજીત આઠ લાખ અને તે પણ વજન પર નહીં ફીકસ તમામ વોર્ડમાંથી કચરો ઉપાડવાની શરતે ટેન્ડર મંજુર થયું છે.

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં નિર્ણય કરાયા મુજબ એ ડોર-ટુ-ડોર કચરો ઉપાડવાની સિસ્ટમ અપનાવનાર પાલિકા તે તેની ખાસ ગ્રાન્ટ આપનાર હોય પાલિકા ખંભાળિયાને વર્ષે સવા કરોડ જેટલી સ્વભંડોળની રકમ ડોર-ટુ-ડોર કચરો ઉપાડવામાં જ ચાલી જતી તેનો પણ બચાવ થશે.  ખંભાળિયા પાલિકાની આર્થિક સ્થિતિ કથળેલી છે ત્યારે મહિને આઠ લાખનું ખર્ચ સરકાર આપશે જેથી પાલિકાને વર્ષે કરોડ રૂપિયાની સ્વભંડોળની આવક તો અત્યારથી જ નકકી થઈ ગઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh