Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા કાલે પંચવિધ સેવાયજ્ઞઃ મહારકતદાન કેમ્પનું આયોજન

જન્મદિન અને મકરસંક્રાંતિનો સુભગ સમન્વય

જામનગર તા. ૧૩: ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જન્મદિવસ નિમિત્તે પંચવિધ સેવાયજ્ઞનું આયોજન થયું છે. આવતીકાલે તા. ૧૪ના મકરસંક્રાંતિના દિવસે લેઉવા પટેલ સમાજમાં મહારકતદાન કેમ્પ સહિતના સેવાકાર્યો યોજાશે. જેમાં જામનગરના બહેનોમાં બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ સંદર્ભે મેમોગ્રાફી તેમજ ૨૫૧ નાની દીકરીઓને સર્વાઈકલ કેન્સર વેકિસનેશનનું અભિયાન તથા આંગણવાડીના બાકી રહેલા કુપોષિત બાળકોને સુપોષિત કરવાના નિર્ધાર સાથે પ્લાસ્ટિક મુકત જામનગર અભિયાનનો સમાવેશ થાય છે.

જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા ધારાસભ્ય બન્યા પછીના પોતાના સતત ત્રીજા જન્મદિવસની ઉજવણી જુદા જુદા પાંચ સેવા પ્રકલ્પોને ધ્યાનમાં રાખીને વિશેષરૂપે કરવામાં આવશે. જેના ભાગરૂપે આગામી ૧૪ જાન્યુઆરીને મકર સંક્રાંતિના દિવસે પંચવિધ સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના  રણજીતનગર વિસ્તારમાં આવેલા કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજમાં મહારક્તદાન કેમ્પ, ૭૯- વિધાનસભા વિસ્તારની તમામ આંગણવાડીના બાકી રહેલા કુપોષિત બાળકોને સુપોષિત બનાવવા તેમજ મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ લાવવાના ભાગરૂપે બહેનોની મેમોગ્રાફી અભિયાનને આગળ ધપાવવા તેમજ ૨૫૧ નાની દીકરીઓ માટે સર્વાઇકલ કેન્સર વેકસીનેશન અભિયાન અને પ્લાસ્ટિક મુક્ત- જામનગર સહિતના સેવાયજ્ઞનું આયોજન કરાયું છે.

ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીનો ૧૪ જાન્યુઆરીને મકરસંક્રાંતિના પર્વના દિવસે જન્મદિવસ છે, ત્યારે રણજીત નગર પટેલ સેવા સમાજમાં સવારે ૯ વાગ્યાથી જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે, અને મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ કુપોષણથી સુપોષણ સુધીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મુખ્ય અભિયાન અંતર્ગત ૭૯- વિધાનસભા વિસ્તારની આંગણવાડીના બાકી રહેલા તમામ કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટેનું અભિયાન આગળ ધપાવાશે. સાથો સાથ જામનગર શહેરના બહેનોમાં સ્તન કેન્સર (બ્રેસ્ટ કેન્સર) ની જાગૃતિ લાવવાના ભાગરૂૂપે બહેનોની મેમોગ્રાફીનું અભિયાન વધુ વેગવંતુ બનાવવામાં આવશે.

આ ઉપરાંત જામનગર શહેરની ૨૫૧ નાની દીકરીઓને સર્વાઇકલ કેન્સર વેકસીનેશન નું અભિયાન તેમજ જામનગર શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું અભિયાન સહિતના પાંચ પ્રકલ્પો હાથ ધરાશે. ઉપરોક્ત સમગ્ર પંચવિધ  કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહૃાો છે, અને મહા રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહૃાા છે. જેમાં વધુમાં વધુ લોકોએ ઉપસ્થિત રહીને રક્તદાન કરવા ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા અપીલ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh