Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીની જાહેરાતઃ
નવી દિલ્હી તા. ૧૩: માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તને તત્કાળ હોસ્પિટલે પહોંચાડનારને હવે રપ,૦૦૦ રૂપિયાનું ઈનામ મળશે, તેવી જાહેરાત કેન્દ્રિય મંત્રી ગડકરીએ કરી છે.
કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતમાં ઘાયલોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ પહોંચાડનારા સેવાભાવીઓને બિરદાવતા ઈનામની રકમ વધારી રૂ. રપ,૦૦૦ કરવાની જાહેરાત કરી છે. હાલ આ સેવાભાવી લોકોને રૂ. પ૦૦૦ ઈનામ પેટે આપે છે.
કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પૂણેમાં આયોજિત એકયક્રમ દરમિયાન આ અંગે જાહેરાત કરી હતી. નીતિન ગડકરીએ જણાવ્યું કે, 'માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ કે ટ્રોમા સેન્ટર પહોંચાડવા માટે મદદ કરનારાઓને સરકાર રૂ. પ૦૦૦ નું ઈનામ આપે છે. આ યોજના ઓક્ટોબર ર૦ર૧ માં શરૂ કરવામાં આવી હતી. જેથી માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને મદદ કરવા લોકોને પ્રોત્સાહન મળે. અકસ્માતનો એક કલાક ઈજાગ્રસ્તો માટે ગોલ્ડન અવર ગણાય છે. જેમાં પીડિતને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો તેની જીવિત રહેવાની સંભાવના વધી જાય છે. હવે અમે આ ઈનામની રકમ વધારી રૂ. રપ,૦૦૦ કરવા જઈ રહ્યા છીએ. જેનો અમલ ટૂંક સમયમાં લાગુ કરાશે.'
ઉલ્લેખનિય છે કે, વર્તમાન યોજના હેઠળ માર્ગ અકસ્માતમાં પીડિતોને હોસ્પિટલ પહોંચાડનારી વ્યક્તિને રિવોર્ડ રકમની સાથે સર્ટીફિકેટ પણ આપવામાં આવે છે. આ રિવોર્ડ યોગ્ય વ્યક્તિને મળે તે માટે અનેક સ્તરે વેરિફિકેશન કરવામાં આવે છે. હાલ સરકારે કેટલા લોકોને આ પ્રકારના ઈનામ આપ્યા છે, તેની સત્તાવાર જાહેરાત કરી નથી.
થોડા સમય પહેલા જ કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ જાહેર કરી હતી, જે હેઠળ માર્ગ દુર્ઘટના પીડિતોને સાત દિવસની અંદર સારવાર કરવા માટે રૂ. ૧.પ લાખ સુધીની આર્થિક સહાય મળે છે. માર્ગ અકસ્માતની જાણ ર૪ કલાકની અંદર પોલીસને કરવામાં આવે તો ઈજાગ્રસ્તને કેશલેસ ટ્રીટમેન્ટનો લાભ મળી શકે છે. માર્ગ અકસ્માતમાં છેલ્લા એક વર્ષમાં ૧.૮૦ લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં હિટ એન્ડ રનના કિસ્સામાં સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને રૂ. ર લાખની આર્થિક સહાય આપવાની પણ જાહેરાત કરી હતી. અકસ્માતમાં ઘટાડો કરવા સરકાર માર્ગ સુરક્ષાને પ્રાધાન્ય આપી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial