Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ રિદ્ધિબા જાડેજાના અધ્યક્ષસ્થાને આયોજનઃ દેશ-વિદેશના પતંગબાજો જોડાયાઃ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા નજીક આવેલા બ્લૂ ફ્લેગની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર સુપ્રસિદ્ધ શિવરાજપુર બીચ પર ગુજરાત રાજ્ય સરકારના દિશાનિર્દેશ મુજબ ઉત્તરાયણ પર્વ નિમિત્તે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં અવનવા પતંગ ચગાવવા માટે મોટી સંખ્યામાં પતંગ રસિકો ઉમટી પડ્યા હતાં. આજે શિવરાજપુરના દરિયાકાંઠે પતંગ ચગાવવા અનુકૂળ પવન હોવાથી પતંગ રસિયાઓ, બાળકોને મોજ પડી ગઈ હતી. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી માટે વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે અને જિલ્લા તંત્રની સીધી દેખરેખ હેઠળ અને સુરક્ષા બંદોબસ્ત સાથે ઉત્સવ માણવામાં આવી રહ્યો છે. આ પંગ મહોત્સવ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં દેશ-વિદેશથી આવેલા પતંગબાજોનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. શિવરાજપુર બીચ ઉપર સંગીતના સથવારે યાત્રાળુઓએ ડાન્સ-રાસ ગરબા રજૂ કરીને મહોત્સવને માણ્યો હતો. વિવિધ આકારના રંગબેરંગી નાના-મોટા પતંગોથી શિવરાજપુર બીચનું આકાશ છવાઈ ગયું હતું. આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો અને તમામ પ્રકારની આનુસંગિક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડીડીઓ એ.બી. પાંડોર, નિવાસ અધિક કલેક્ટર ભૂપેશ જોટાણિયા, ડીઆરડીએના નિયામક એચ.જે. જોષી તથા સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial