Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૨૫૦ને નોટીસ અપાઈ હતી, જેમાંથી ૧૩૦ દબાણ હટાવાયાઃ ચૂસ્ત બંદોબસ્ત હેઠળ હજુ બે-ત્રણ દિવસ ચાલશે ઓપરેશન
ખંભાળિયા તા. ૧૩: દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંવેદનશીલ ગણાતા તથા ધાર્મિક દૃષ્ટિએ અતિ મહત્વના ગણાતા બેટ-દ્વારકા વિસ્તારમાં દોઢેક વર્ષ પછી ફરી ડીમોલેશનનો નવો રાઉન્ડ તંત્રએ શરૂ કરીને બે દિવસમાં ૧૩-૧૫ કરોડની કિંમતની ૨૪,૪૦૦ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે.
દ્વારકા જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ દ્વારકા પ્રાંત અધિકારી અમોલ આશરે દ્વારા ઓખા પાલિકાના ચીફ ઓફિસર શુકલા દ્વારા ૨૫૦ આસામીઓને દબાણો અંગે નોટીસો આપવામાં આવી હતી જે પછી આખરી નોટીસ આપીને શનિવારથી ડીમોલેશન શરૂ થયું હતું જેમાં પ્રથમ દિવસે ૭૬ રહેણાંક મકાનો જેની બજાર કિંમત ગણાઈ છે તેવી ૧૨૪૦૦ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી તે પછી રવિવારે પણ આ ડીમોલેશન ચાલુ રહ્યું હતું તથા વધુ ૫૪ રહેણાંક મકાનો તોડી પાડીને બે દિવસમાં કુલ ૨૪૪૦૦ ચો.મી. જગ્યા ૧૩.૧૨ કરોડની ખાલી કરવામાં આવી છે.
જિલ્લા પોલીસવડાનું નિવેદન
દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં મેગા ડીમોલેશન રાઉન્ડ બીજો શરૂ થતાં તેના પડઘા સમગ્ર દેશમાં પડયા હતા તથા છેક દિલ્હીથી પત્રકારો રાષ્ટ્રીય ચેનલો આનુ કવરેજ લેવા દોડી આવ્યા છે ત્યારે આ અંગેનો ઉદેશ્ જિલ્લા પોલીસવડા નીતેશ પાંડેએ જણાવ્યો હતો.
તેમણે જણાવેલ કે દરિયાઈ સુરક્ષા તથા આંતરિક સુરક્ષા માટે આ મહત્વનો વિસ્તાર ભારતના દુશ્મન પાકિસ્તાનથી માત્ર ૮૦ નોટીકલ માઈલ જ દુર છે જેથી અહીં દબાણો હોય ગત ઓકટોબર ૨૦૨૨માં મેગા ડીમોલેશન કરીને કરોડોની કિંમતી જમીનો ખાલી કરેલી તે પછી હજુ દબાણો બાકી હોય ફરીથી મેગા ડ્રાઈવ શરૂ થઈ છે.
બેટ દ્વારકામાં કેટલાક લોકો ડ્રગ્સની હેરાફેરી તથા ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોય તથા અહીં બહાર વિદેશથી બોટનુ લેન્ડીંગ કરવા અનેક નિર્જન ટાપુઓ લેન્ડીંગ પોઈંટ તરીકે ખુબ ઉપયોગી હોય રાજયના મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી તથા જિલ્લા વહીવટી તંત્રની આગેવાનીમાં પોલીસ તંત્ર દ્વારા કોસ્ટલ સીકયોરીટી ડીમોલેશન ઓકટોબર ૨૨માં બેટ દ્વારકા તથા માર્ચ-૨૩માં હર્ષદ નાવદરા ભોગાત વિ. દરિયાઈ તટના વિસ્તારોમાં કરીને કરોડોની જમીન ખુલ્લી કરાઈ હતી.
દ્વારકા જિલ્લામાં કુલ ૨૩ ટાપુઓ આવેલા છે જેમાં ૨૧ નિર્જન એટલે કે માનવ વસતિ વગરના છે. તેમાં પણ દેશ વિરોધી તત્વો દ્વારા અવારનવાર દબાણો કરવાના પ્રયાસો થાય છે જેથી જિલ્લા પોલીસ વહીવટી તંત્ર કોસ્ટગાર્ડ મરીન પોલીસ વિ. દ્વારા ટાપુ પ્રિમીટ કરીને સફાઈ કરવા પ્રયત્નો શરૂ કરાયા છે.
ગૃહમંત્રી સંઘવીએ તંત્રને અભિનંદન પાઠવ્યા
બેટ દ્વારકામાં જિલ્લા વહીવટીતંત્ર રેવન્યુ તથા પોલીસ તંત્ર દ્વારા કરાયેલા ડીમોલેશનને રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવીને દ્વારકા બેટની જમીન દેશના કરોડો લોકોની આસ્થાની ભૂમિ હોય આપણી આસ્થા સંસ્કૃતિની રક્ષા કરવી ફરજ ગણાવીને કૃષ્ણભૂમિ પર કયાંય ગેરકાયદે દબાણો નહીં કરવા દેવાય તેમ જણાવ્યું હતું.
શાંતિ ડહોળાય તેવી
સોશ્યલ મિડીયામાં વાયરલ થયેલ ટવીટર પોસ્ટ અંગે તપાસ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં પોલીસ તથા રેવન્યુ દ્વારા મેગા ડીમોલેશન કરીને બે દિવસમાં ૧૨ કરોડ ઉપરાંતની જમીન ખુલ્લી કરાવતા આ સંદર્ભમાં શાંત વાતાવરણમાં અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ચાલતી કાર્યવાહીને ડહોળવા માટે ટવીટર પર ટવીટ કરીને અમારા લોકો તથા સંતાનો આ કાર્યવાહીને ભૂલશે નહીં તેમ કહી ગંભીર ધમકી આપતા તથા આ પોસ્ટમાં રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા ઔવેસીને ટેગ કરાયા હતાં.
દ્વારકા જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડે દ્વારા આ બાબતે સાયબર સેલ તથા રાજય સાયબર સેલ અને સર્વેલન્સવ.ની મદદથી ઉંડી તપાસ હાથ ધરી છે તથા આ તપાસમાં ડી.વાય.એસ.પી. ડો. હાર્દિક પ્રજાપતિ, સાગર રાઠોડ એલસીબી તથા એસઓજી તથા સાયબર ક્રાઈમ વિભાગની ટીમો પણ જોડાઈ છે.
બનાવટી મનાતા ગેસ્ટ ફોમ માર્સ નામના આઈ.ડી. પરથી આ પોસ્ટ કરાઈ હોય તથા લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન હોય અગાઉથી નોટીસો આખરી નોટીસ સુચના પછી થતી કામગીરીમાં વિક્ષેપ પાડવા પ્રયત્ન હોય પોલીસ દ્વારા ઉંડી તપાસ હાથ ધરાઈ છે.
આ એકાઉન્ટમાંથી લોકોને બાલાપુરમાં ખોરાક અને આશ્રય ના મળતો હોવાનું તથા પ્રાણીઓ મુશ્કેલીમાં હોય વિદ્યાર્થીઓ શાળાએ નથી જઈ શકતા કેટલાક સર્વે નંબર કાયદેસર હોવા છતાં નોટીસ આપ્યાની પોસ્ટ કરી છે.
ઓખામાં ધાર્મિક સ્થળ પર ફર્યુ બુલડોઝર
દ્વારકા તા. ૧૩: બેટ-દ્વારકામાં ગેરકાયદે ખડકાયેલા દબાણો હટાવવા ચાલી રહેલા મેગા- ડીમોલેશન સંદર્ભમાં સોશ્યલ મિડીયા પર શાંતિનુ વાતાવરણ ડહોળાય તેવી ટવીટર પોસ્ટ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજે ઓખામાં સરકારી વિશાળ જમીન પર ખડકાયેલ એક ધાર્મિક સ્થળ પર પણ બુલડોઝર ફેરવી દેવાયુ છે. અને ખૂબ મોટી જમીન ખુલ્લી કરી દેવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial