Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૩૦૦ વર્ષ જુના બૌદ્ધ મઠ સહિત ૨૦૦ ઈમારતો ખાખઃ ૨૭ હજાર લોકો બેઘરઃ જંગલમાં લાગેલી ભીષણ આગે મચાવી તબાહી
સીઓલ તા. ૨૬: શુક્રવારથી દ.કોરિયામાં લાગેલી આગ વધુ વિકરાળ બની છે. આ બેકાબૂ આગને બુઝાવવા ૯૦૦૦ ફાયર ફાયટર અને ૧૩૦થી વધુ હેલિકોપ્ટર કામે લગાડાયા છે. અત્યાર સુધી ૧૮ લોકોના મૃત્યુ થયા છે, જે આંકડો વધી શકે છે. ૧૩૦૦ વર્ષ જુના બૌદ્ધમઠની ઈમારત પણ ખાખ થઈ ગઈ છે. જો કે, પ્રતિમાઓ પહેલા જ હટાવી લેવાઈ હતી.
અમેરિકાના કેલિફોર્નિયામાં વિનાશ સર્જ્યા બાદ હવે દક્ષિણ કોરિયામાં જંગલમાં લાગેલી આગની ઘટનાએ ભારે તબાહી મચાવી છે. દેશના દક્ષિણ વિસ્તારમાં લાગેલી આ આગમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૮ લોકોના મોત થયા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૧૮ મૃતકોમાં ચાર ફાયરબ્રિગેડના અને એક સરકારી કર્મચારીનો પણ સમાવેશ થાય છે. બુધવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે આગમાં ૨૦૦ થી વધુ ઇમારતો રાખ થઈ ગઈ હતી. જ્યારે ૨૭ હજારથી વધુ લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે.
આ આગને દ.કોરિયાના ઈતિહાસમાં જંગલમાં લાગેલી સૌથી ભીષણ આગ ગણાવવામાં આવી રહી છે. દક્ષિણ કોરિયાના કાર્યવાહક પ્રમુખ હાન ડક-સૂએ કહૃાું છે કે આ આગ ગયા શુક્રવારે લાગી હતી અને તે પહેલા કરતા વધુ ખતરનાક બની ગઇ છે. હાને કહૃાું, *નુકસાન વધી રહૃાું છે. આટલી મોટી આગ પહેલા ક્યારેય જોવા મળી નથી. આ અઠવાડિયે અમારે અમારી તમામ ક્ષમતા સાથે આગને ઓલવવાનો પ્રયાસ કરવો પડશે.*
હાને કહૃાું કે ક્રૂ રાતોરાત તીવ્ર પવનને કારણે જંગલની આગને ઓલવવા માટે સંઘર્ષ કરી રહૃાા હતા. સરકારના ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરે જણાવ્યું હતું કે આગમાં ૧,૩૦૦ વર્ષ જૂનો બૌદ્ધ મઠ પણ નાશ પામ્યો હતો. કોરિયા હેરિટેજ સર્વિસના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉઇસોંગમાં લાગેલી આગને કારણે ૭મી સદીમાં બનેલા ગૌંસા નામના મઠને નોંધપાત્ર નુકસાન થયું હતું. અનુમાન મુજબ, આગ અત્યાર સુધીમાં લગભગ ૪૩,૩૩૦ એકર જમીનને લપેટમાં લઈ ચૂકી છે. ભીષણ આગે અત્યાર સુધી ૪૩૦૦૦ એકર જમીનને નષ્ટ કરી દીધી છે. વહીવટીતંત્રે એન્ડોંગ અને અન્ય શહેરો અને નગરોના લોકોને તેમના ઘર ખાલી કરવાનો આદેશ આપ્યો છે. ફાયર ફાઇટરો આગ ઓલવવામાં વ્યસ્ત છે. પરંતુ હજુ સુધી સંપૂર્ણ સફળતા મળી નથી. દક્ષિણ કોરિયામાં પાંચ અલગ અલગ સ્થળોએ જંગલોમાં ભીષણ આગ લાગી છે. ફાયર ફાઇટર્સે આગને મોટાભાગે કાબુમાં લઈ લીધી હતી. પરંતુ શુષ્ક હવામાન અને ભારે પવનને કારણે આગ ફરી ભીષણ બની ગઈ. લગભગ ૯,૦૦૦ ફાયર ફાઇટર્સ, ૧૩૦ થી વધુ હેલિકોપ્ટર અને સેંકડો વાહનો આગ ઓલવવામાં મદદ કરી રહૃાા છે.
ઉઈસોંગમાં લાગેલી આગે ૧૩૦૦ વર્ષ જૂના બૌદ્ધ મંદિર ગૌંસાને પોતાની ચપેટમાં લઈ લીધું છે. આ મંદિર લાકડાનું બનેલું હતું. તેને ૭મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. જોકે, અહીં કોઈની જાનહાનિની સૂચના મળી નથી. આગ મંદિર સુધી પહોંચે તે પહેલાં ભગવાન બુદ્ધની પ્રતિમા અને કેટલાક રાષ્ટ્રીય વારસાની વસ્તુઓ દૂર કરવામાં આવી હતી.
આગના કારણે યોંગદેઓક શહેરમાં રસ્તાને બંધ કરી દેવામાં આવ્યા છે. ચાર ગામના લોકોને પોતાનું ઘર છોડવાનું કહેવામાં આવ્યું છે. ચેઓંગસોંગ કાઉન્ટીની એક જેલમાંથી લગભગ ૨૬૦૦ કેદીઓને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવી રહૃાા છે. જોકે, દક્ષિણ કોરિયાના ન્યાય મંત્રાલયે હજુ તેની પુષ્ટિ કરી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial