Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.૧ લાખ ૬૮ હજારના જીરૂની ચોરીની ફરિયાદઃ
જામનગર તા.ર૬ : ધ્રોલના વાકીયા ગામમાં એક આસામીના મકાનની ઓસરીમાં રાખવામાં આવેલા જીરૂના જથ્થામાંથી રવિવારની રાત્રે કોઈ શખ્સ ૪૮ મણ જીરૂ ભરેલી ૧૬ ગુણી ઉઠાવી ગયો છે. પોલીસે અંદાજે રૂપિયા પોણા બે લાખના જીરૂના આ જથ્થાની ચોરી કરનાર શખ્સના સગડ દબાવ્યા છે.
ધ્રોલ તાલુકાના વાકીયા ગામમાં રહેતા અને ૫ેટ્રોલપંપ ચલાવવા ઉપરાંત અન્ય કામ પણ કરતા ધર્મેશ હરજીવનભાઈ ભીમાણી નામના પટેલ આસામી એ પોતાના રહેણાંક મકાનમાં રાખવામાં ઓવલા જીરૂના જથ્થામાંથી ૪૮ મણ જીરૂ રવિવારની રાત્રિથી સોમવારની સવાર સુધીમાં ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ધર્મેશભાઈએ પોતાના મકાનમાં ઓસરીમાં જીરાની ગુણીઓનો થપ્પો મરાવ્યો હતો. તેમાંથી રવિવારની રાત્રે કોઈ શખ્સ મકાનની ઓસરીમાં ઘૂસી ગયા હતા. તેમાંથી ૪૮ મણ જીરૂ ભરેલી ૧૬ ગુણી ઉઠાવી ગયા હતા. પોલીસે રૂ.૧ લાખ ૬૮ હજારની અંદાજિત કિંમતના જીરૂની ચોરી કરી જવા અંગે અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોંધી તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial