Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઠ મહિનાથી ઉઘરાણી કરતા વેપારી આખરે થાક્યાઃ
જામનગર તા.ર૬ : જામનગરના એક વેપારીને પિત્તળનો સામાન ખરીદવામાં મદદ કરવા અને તેમાંથી કમીશન આપવાની લાલચ બતાવી સાત મહિના પહેલાં ત્રણ શખ્સે રૂ.ર૬,૬૩૬૩૪ની કિંમતનો સામાન મેળવી લીધા પછી પૈસા ચૂકવવાની બદલે ઠેંગો બતાવી દેતા આખરે પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા વસંત વાટીકામાં રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટમાં ઈ વીંગમાં રહેતા નિલેશ કનૈયાલાલ અછડાએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જામનગરના જ સત્યપાલસિંહ જાડેજા, વનરાજસિંહ વાળા, મયુરસિંહ સામે ફરિયાદ કરી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ આ શખ્સોએ ગયા વર્ષના ઓગસ્ટ મહિનામાં શંકરટેકરી ઉદ્યોગનગરમાં નિલેશભાઈને મળી કમીશન તથા બ્રોકરેજની લાલચ બતાવી પિત્તળનો માલસામાન ખરીદવાની વાત કરી હતી.
આ શખ્સોને રૂ.૨૬ લાખ ૬૩૬૩૪ની કિંમતના સામાનની ડિલિવરી આપ્યા પછી ત્રણેય શખ્સે આ રકમ આપવામાં ગલ્લાતલ્લા શરૂ કર્યા હતા. સાત મહિના સુધી તેની ઉઘરાણી કર્યા પછી આખરે ગઈકાલે નિલેશભાઈએ સત્યપાલ જાડેજા, મયુરસિંહ તથા વનરાજસિંહ સામે છેતરપિંડી આચરવા અંગે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial