Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં છેલ્લા ૯ વર્ષથી કાર્યરત રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિના સભ્યોએ સ્વીકારી સ્વૈચ્છિક નિવૃત્તિઃ યુવા પેઢીને સુકાન

સમાજ સેવા ક્ષેત્રે સત્તા પરિવર્તનનું સરાહનિય પગલું:

જામનગર તા.૨૬: જામનગર શહેરમાં લોહાણા સમાજના આરાધ્યદેવ ભગવાનશ્રી રામચંદ્રજીના જન્મોત્સવની ઉજવણી માટે છેલ્લા ૯ વર્ષથી સતત કાર્યરત શ્રી રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિના તમામ સભ્યોએ આ વર્ષથી સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વિકારી યુવા પેઢીને સુકાન સોંપવાનો સરાહનિય નિર્ણય કર્યો છે.

જામનગર શહેરમાં લોહાણા સમાજ દ્વારા આગામી તા.૬ ના રામનવમીની ઉજવણી માટે શ્રી જીતુભાઈ લાલ દ્વારા શહેરના સમસ્ત લોહાણા સમાજની બેઠકનું આયોજન તા.૨૪-૩-૨૦૨૫ ના રાત્રે લોહાણા મહાજનવાડીમાં કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઉપસ્થિત શ્રી રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિના તમામ સભ્યો જીતુભાઈ લાલ, રમેશભાઈ દત્તાણી, ભરતભાઈ મોદી, મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા, અનિલભાઈ ગોકાણી, અતુલભાઈ પોપટ, ભરતભાઈ કાનાબાર, નિલેષભાઈ ઠકરાર, રાજુભાઈ મારફતીયા, મધુભાઈ પાબારી અને મનિષભાઈ તન્નાએ આ વર્ષની રામજન્મોત્સવની ઉજવણીનું સુકાન યુવા પેઢીને સોંપવા માટે સામૂહિક સ્વૈચ્છિક નિવૃતિ સ્વિકારવાની જાહેરાત કરી હતી. આ સમિતિના એક સદસ્ય રાજુભાઈ હિંડોચાનું નિધન થયેલું છે, એ સિવાયના સમિતિના તમામ સભ્યોએ કરેલી આ જાહેરાતને ઉપસ્થિત સૌએ સહર્ષ વધાવી લીધી હતી. નિવૃત્ત થઈ રહેલા સૌ સભ્યો હવે સ્થાપક સભ્યો તરીકે શ્રી રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિના માર્ગદર્શક રૂપે સેવા આપશે તેવું નકકી કરવામાં આવ્યું છે.

જામનગર લોહાણા મહાજનના પ્રમુખપદની જવાબદારી સતત ૨૧ વર્ષ સુધી સંભાળ્યા પછી જીતુભાઈ લાલે આ પદને સ્વૈચ્છિક રીતે છોડી નવી પેઢીને જામનગર લોહાણા મહાજનનું સુકાન સોંપ્યું હતું એ ઉપરાંત છેલ્લા પચીસ-પચીસ વર્ષથી જામનગર શહેરમાં જલારામ જયંતી પ્રસંગે લોહાણા જ્ઞાતિના સમૂહ ભોજન (નાત) નું આયોજન કરતી જલારામ જયંતી મહોત્સવ સમિતિની જવાબદારી પણ સ્વૈચ્છિક રીતે છોડીને તમામ ૧૩ નવયુવાન સભ્યોને આ જવાબદારી સુપ્રત કરી આપી છે. એ પછી હવે શ્રી રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિના સદસ્યો તરીકે નવી યુવા પેઢીની નિમણૂક કરવામાં આવેલ છે. આ સમિતિના નવા સભ્યો તરીકે જેની ઉમર ૧૯ થી ૨૫ વર્ષ સુધીના જ યુવાનોને લેવા નિર્ણય કરવામાં આવતાં અને નવી સમિતિના સદસ્યો તરીકે માધવ પાર્થભાઈ સુખપરિયા, અપૂર્વ પરેશભાઈ કારીયા, જય વિજયભાઈ રાચાણી, પાર્થ મુકેશભાઈ નથવાણી, આયુષ અશ્વિનભાઈ પોપટ, કબીર કોમલભાઈ વિઠલાણી, કર્તવ્ય સંજયભાઈ સુચક, સુજલ વિનોદભાઈ ખાખરીયા, આદિત્ય મનીષભાઈ મજીઠીયા, શ્યામ હિમાંશુભાઈ કુંડલીયા, દેવ ભાવેશભાઈ જોબનપુત્રા, સત્યમ રૂપેનભાઈ તન્ના અને અંકિત જયેશભાઈ મહેતાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આજના સમયમાં જયારે સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓમાં પદ લેવા માટે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે તેવા સમયે રઘુવંશી સમાજની આ સંસ્થાના તમામ સભ્યોએ જવાબદારીમાંથી સ્વૈચ્છિક રીતે મુક્ત થઈને યુવા પેઢીને સુકાન સોંપવાનો કરેલો નિર્ણય દૃષ્ટાંતરૂપ બની રહૃાો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh