Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રક ડ્રાઈવરે રીસીવરનું નામ ઓકી નાખ્યું:
જામનગર તા.૨૬ : ગોધરા પાસેથી એસએમસી ટીમે એક ટ્રકમાંથી ૧૬૭૩૦ બોટલ દારૂ પકડી પાડ્યો હતો. તે ટ્રકના ચાલકે ભાણવડના પાછતર ગામના શખ્સે તે જથ્થો મંંગાવ્યાની કબૂલાત કરતા કુલ ત્રણ સામે ગોધરા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે. ગોધરા પાસેથી પસાર થતાં એક ટ્રકમાં દારૂનો ગંજાવર જથ્થો લઈ જવાતો હોવાની બાતમી પરથી ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે ગોઠવેલી વોચમાં ચુંદડી ગામ પાસેથી એક ટ્રક મળી આવ્યો હતો. તેની તલાશી લેવાતા સોયાબીનના જથ્થા પાછળ સંતાડીને રાખવામાં આવેલો ઈંગ્લીશ દારૂનો રૂ.૬૬ લાખ ૫૭ હજારનો જથ્થો મળી આવ્યો હતો. તે ટ્રકમાંથી ૧૬૭૩૦ બોટલ દારૂ ઝબ્બે લઈ પોલીસે પોરબંદરના રાણાવાવના રાજુ ખીમાભાઈ મોરી ઉર્ફે દેવા નામના ડ્રાઈવરની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે આ જથ્થો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના પાછતર ગામના રાજુ અમરાભાઈ કોડીયાતરે પોરબંદરના ભાવેશ મેરામણ કોડીયાતરના ટ્રકમાં રાજસ્થાનથી ભરી આપ્યો હોવાની કબૂલાત આપી છે. પોલીસે ત્રણેય સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial