Advertisement
Author: નોબત સમાચાર

જગતમંદિરમાં યાત્રીકને હૃદય રોગનો હુમલોઃ જીવ બચ્યો

પોલીસકર્મીઓએ આપી સારવારઃ

ખંભાળિયા તા.૨૬ : દ્વારકામાં દર્શનાર્થે આવેલા એક યાત્રીકને હૃદયરોગનો હુમલો આવી જતાં ત્યાં ફરજ પર હાજર પોલીસ ટીમે પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડતા આ યાત્રીકનો જીવ બચી ગયો છે.

દ્વારકામાં આવેલા સુપ્રસિદ્ધ જગતમંદિરમાં તાજેતરમાં દર્શનાર્થે આવેલા એક યાત્રીકને છાતીમાં દુખાવો ઉપડતા તેઓ ઢળી પડ્યા હતા.

આ વેળાએ ત્યાં બંદોબસ્ત જાળવી રહેલો પોલીસ કાફલો દોડ્યો હતો. પોલીસે આ યાત્રીકને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાનું જાણી તરત જ પ્રાથમિક સારવાર આપી તેઓને હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ કરી હતી. જેના કારણે આ યાત્રીકનો જીવ બચી જવા પામ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh