Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રત્યેક વૃક્ષ દીઠ રૂ. એક લાખનો દંડ ભરવો પડશેઃ
નવી દિલ્હી તા. ર૬: વૃક્ષ કાપવા તે માનવહત્યા સમાન ગણાવીને સુપ્રિમ કોર્ટે પ્રતિ વૃક્ષ લાખનો દંડ ચૂકવવાનો આદેશ કરતા આરોપીએ રૂ. ૪પ૪ લાખનો દંડ ચૂકવવો પડશે.
સુપ્રિમ કોર્ટે પર્યાવરણને નુક્સાન પહોંચાડનારાઓ સામે કડક વલણ અપનાવ્યું અને કહ્યું કે, ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપનારાઓ પ્રત્યે કોઈ દયા ન બતાવવી જોઈએ. કોર્ટે ગેરકાયદેસર રીતે કાપવામાં આવેલા દરેક વૃક્ષ માટે ૧ લાખ રૂપિયાના દંડને મંજુરી પણ આપી દીધી. સુપ્રિમ કોર્ટે આ ટિપ્પણી કરતા કહ્યું કે મોટી સંખ્યામાં વૃક્ષો કાપવા એ માનવ હત્યા કરતા પણ ખરાબ કૃત્ય છે, કારણ કે આ વૃક્ષોને ફરીથી પેદા થવામાં ઓછામાં ઓયછા ૧૦૦ વર્ષ લાગશે.
ન્યાયાધીશ અભય એસ. ઓકા અને ઉજ્જલ ભુઈયાની સુપ્રિમ કોર્ટની બેન્ચે આ આદેશ આપ્યો હતો અને આ કેસના આરોપી શંકર અગ્રવાલ સામે ૪પ૪ વૃક્ષો કાપવા બદલ દંડાત્મક કાર્યવાહી કરી હતી. કોર્ટે કહ્યું કે ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે તે માત્ર કુદરતી સંસાધનોનું ઉલ્લંઘન જ નથી કરતું, પરંતુ પર્યાવરણ અને જૈવવિવિધતા માટે પણ ખતરો છે.
વરિષ્ઠ વકીલ એડીએન રાવ 'એમિક્સ ક્યુરી' તરીકે કોર્ટમાં હાજર થયા. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે ગેરકાયદેસર વૃક્ષ કાપવાના કિસ્સાઓમાં સ્પષ્ટ સંદેશ આપવો મહત્ત્વપૂર્ણ છે, જેથી ગુનેગારોને ખ્યાલ આવે કે કોઈપણ સંજોગોમાં કાયદા અને વૃક્ષોના રક્ષણને અવગણી શકાય નહીં. કોર્ટે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીના રિપોર્ટને સ્વીકાર્યો. જેમાં શંકર અગ્રવાલ પર ૪પ૪ વૃક્ષો કાપવા બદલ પ્રતિવૃક્ષ ૧ લાખ રૂપિયાનો દંડ ફટકારવાનું સૂચન કરવામાં આવ્યું હતું.
આ અહેવાલ મુજબ ગયા વર્ષે ૧૮ સપ્ટેમ્બરની રાત્રે આ ૪પ૪ વૃક્ષો કાપવામાં આવ્યા હતાં, જેમાંથી ૪રર વૃક્ષો ખાનગી જમીન 'ડાલમિયા ફાર્મ' પર હતાં, જ્યારે ૩ર વૃક્ષો રસ્તાની બાજુમાં આવેલા સંરક્ષિત વન વિસ્તારમાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial