Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોકસોના ગુનાની તપાસ માટે લુધિયાણા જતા હતા
અમદાવાદ તા. ૨૬: અમદાવાદની પોલીસ કારનો હરિયાણામાં ભયાનક અકસ્માત થતાં ત્રણના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયા છે. આ અધિકારીઓ પોકસો ગુનાની તપાસ માટે લુધિયાણા જતાં હતા ત્યારે અકસ્માત નડયો હતો. આ અંગે ખબર મળતાં જ સ્થાનિક એસીપી તથા અન્ય પોલીસ અધિકારી હરિયાણા દોડયા છે.
અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને અકસ્માત નડયો છે. જેમાં રામોલ પોલીસના પીએસઆઇ સોલંકી તથા ૩ પોલીસ જવાનો પોસ્કોના ગુનાની તપાસમાં લુધિયાણામાં જઈ રહયા હતા. ત્યારે સરકારી બોલેરોને હરિયાણાનાં ડબવાલીમાં અકસ્માત થતા પોલીસકર્મી સહિત ૩ નાં મોત થયા છે. તેમજ પીએસઆઈ સોલંકી ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા છે.
પ્રાપ્ત થતી વિગતો મુજબ સકતાખેડા ગામ પાસે વડીંગખેડા પેટ્રોલ પંપ પાસે ગુજરાતના અમદાવાદની પોલીસની કાર હાઇવે પર પાર્ક કરેલા વાહનમાં ઘૂસી જતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની જાણ થતાં એનએચએઆઈની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને તમામ ઇજાગ્રસ્તો અને મૃતકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તની હાલત ગંભીર હોવાથી ભઠિંડા રિફર કરાયા હતા. આ મામલે હાલમાં ડબવાલી પોલીસ તપાસ કરી રહી છે. મૃતકોની ઓળખ સુનિલ ગામીત, હોમગાર્ડ રવિન્દ્ર અને ખાનગી ડ્રાઈવર કનુભાઈ ભરવાડ તરીકે થઇ હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે. અકસ્માતના પગલે પોલીસબેડામાં શોકનો માહોલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial