Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડ માર્ગે ઠેબા નજીકની આઈઓસીની પાઈપલાઈનમાં આગ લાગતા તંત્ર દોડ્યું!

આખરે આ એક મોકડ્રીલ હોવાનું જાહેર થયું:

જામનગર તા. ર૬: જામનગર-કાલાવડ માર્ગે ઠેબા નજીકની આઈઓેસી કંપનીમાં પાઈપલાઈન લીકેજ થઈ છે. તેવા સમાચારનો સંદેશો મળતા સંબંધિત વિભાગની ટીમો દોડી ગઈ હતી, જો કે આખરે આ મોકડ્રીલ હોવાનું જાહેર થયું હતું.

જામનગર નજીક ઠેબા-થાવરિયા માર્ગે આવેલ આઈએસીમાં સલાયા-ખજુરા પાઈપલાઈન લીકેજ થઈ છે તેવો સંદેશો મળતા જ ફાયરબ્રીગેડ, ડીઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ, પોલીસ, એમ્બ્યુલન્સો દોડતા થયા હતાં અને ત્યાં મેદાનમાં લાગેલી આગને બચાવવાની કામગીરી કરી હતી. જો કે આ માત્ર મોકડ્રીલ હોવાની જાહેરાત થતા તમામ તંત્રના અધિકરીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. લેવલ-૩ પ્રકારની કવાયત વર્ષમાં એક વખત યોજવામાં આવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh