Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક્સેસ પર આવેલા બે શખ્સ સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા.૨૬ : જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં બે વર્ષના પુત્રને ખોળામાં રાખી રમાડતા દાદીના ગળામાંથી રૂ.દોઢેક લાખની કિંમતનો ત્રણ તોલા વજનનો સોનાનો ચેઈન ઝૂંટવાઈ ગયો છે. નંબર પ્લેટ વગરના એક્સેસ પર આવેલા બે શખ્સ પૈકીના ટોપીવાળા એક શખ્સે ચેઈનની ચીલઝડપ કરી હતી. પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર આવેલી કૃષ્ણ કોલોની નજીક જે.કે. ટાવર પાછળના અરિહંત એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા દક્ષાબેન જીવરાજભાઈ નંદાણીયા નામના પાંસઠ વર્ષના પટેલ પ્રૌઢા ગઈ તા.૧૧ની સવારે સાડા અગિયારેક વાગ્યે પોતાના બે વર્ષના પૌત્ર વંદનને રમાડવા માટે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવ્યા પછી તેને ખોળામાં બેસાડી આરામથી બેઠા હતા ત્યારે નંબર પ્લેટ વગરના એક સ્કૂટર પર બે અજાણ્યા શખ્સ આવ્યા હતા.
આ શખ્સોએ પોતાનું એક્સેસ ત્યાં મૂક્યા પછી સ્કૂટર ચલાવતા શખ્સની પાછળ બેસેલા ટોપીવાળા શખ્સે દક્ષાબેનના ગળામાં પહેરેલો અંદાજે ત્રણેક તોલાનો સોનાનો ચેઈન ઝૂંટવ્યો હતો અને પલકવારમાં બંને શખ્સ સ્કૂટર પર પલાયન થઈ ગયા હતા.
અચાનક બનેલા બનાવથી હેબતાયેલા દક્ષાબેન બુમ પાડે તે પહેલાં બંને શખ્સો હવામાં ઓગળી ગયા હતા. આ બનાવ અંગે ગઈકાલે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે અંદાજે પચ્ચીસથી ત્રીસ વર્ષની વયના લાગતા બે શખ્સ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે અને તે વિસ્તારમાં રહેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial