Advertisement
Author: નોબત સમાચાર

સાધના કોલોની પાસે મોટરમાં ઝેરી દવા પી લેનાર યુવાનનું સારવારમાં થયું મૃત્યુ

આત્મહત્યાનું કારણ જાણવા પોલીસ દ્વારા શરૂ કરાઈ તપાસઃ

જામનગર તા.ર૬ : જામનગરના સાધનાકોલોની વિસ્તારમાં રહેતા એક યુવાને સપ્તાહ પહેલાં કોઈ અકળ કારણથી હર્ષદમીલની ચાલી પાસે ઈકો મોટરમાં ઝેરી દવા પી લીધી હતી. આ યુવાનનું સારવાર દરમિયાન હોસ્પિટલ માં મૃત્યુ થયું છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી હર્ષદ મીલની ચાલી નજીક એક બેકરી પાસે ઈકો મોટરમાં આવેલા સાધનાકોલોનીના એલ/૫૫ નંબરના બ્લોકમાં વસવાટ કરતા રમેશભાઈ જેઠાભાઈ ચાવડા નામના બેતાલીસ વર્ષના યુવાને કોઈ અકળ કારણથી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પછી તેઓને અપાઈ રહેલી સઘન સારવાર દરમિયાન ગઈકાલે તેઓનું મૃત્યુ નિપજ્યું છે. સુરેશ કરશનભાઈ પરમારે પોલીસને જાણ કરી છે. સિટી એ ડિવિઝન પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh