Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માર્ગને તાકીદની અસરથી બનાવવા લોક માંગ ઉઠી
ખંભાળિયા તાલુકાના વાડીનારથી કજુરડા પાટીયા સુધીનો માર્ગ ખૂબ જ બિસ્માર હાલતમાં છે. આ માર્ગ પર ઠેર-ઠેર મસ મોટા ગાબડાઓ પડી ગયા છે. આ માર્ગ એક કે બે મહિના નહીં પરંતુ ત્રણ-ત્રણ વર્ષથી અત્યંત ખરાબ સ્થિતિમાં હોવાથી ૭ ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ડેઈલી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ, વેપારીઓ સહીતના ગ્રામજનોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જર્જરીત માર્ગના કારણે વાહનોમાં નુકસાની થઈ રહી છે. તેમજ અકસ્માતોના બનાવો પણ બને છે. આ બિસ્માર માર્ગ કે જેનું રિકાર્પેટિંગ કરવાને બદલે માત્ર થીગડા મારીને કામ ચલાવવામાં આવી રહ્યું છે. આથી ૧૩ કિ.મી. સુધીના આ માર્ગને તાકિદે રીપેર કરીને ડામરથી મઢવા માટે ૭ ગામના લોકોએ માંગણી કરી છે. હાલ આ જર્જરીત માર્ગના વિડીયો પણ વાયરલ થયાં છે ત્યારે સંબંધીત તંત્ર ગ્રામજનોની મુશ્કેલીને ધ્યાને રાખીને આ રસ્તાના કામને અગ્રતા આપે તે જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial