Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈરાની મીડિયાએ વીડિયો દ્વારા દુનિયાને આપ્યો સંદેશ
તહેરાન તા. ૨૬: ઈરાન અંડરગ્રાઉન્ડ મિસાઈલ શહેરમાં ઘાતક હથિયારોનો ભંડાર જોઈ દુનિયા ચોંકી ઉઠી છે. ટ્રમ્પ સહિત દુનિયાને વોર્નિંગ આપવા જ ઈરાની મીડિયાએ આ વીડિયો વાયરલ કર્યો હોય તેમ જણાય છે.
ઈરાને તેની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરતા અંડરગ્રાઉન્ડ *મિસાઈલ શહેર*નો એક નવો વીડિયો બહાર પાડ્યો છે. તેમાં એક લાંબી ટનલમાં ઘાતક હથિયારોનો ભંડાર દેખાઈ રહૃાો છે. મંગળવારે જાહેર કરાયેલા આ વીડિયોમાં, ઈરાની સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ જનરલ મોહમ્મદ બાગેરી અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એરોસ્પેસ ફોર્સ કમાન્ડર અમીર અલી હાજીઝાદેહ એક ટનલની અંદર મિસાઈલ બેઝની મુલાકાત લેતા જોવા મળી રહૃાા છે. ઈરાની મીડિયા દ્વારા જાહેર કરાયેલા ફૂટેજમાં દર્શાવવામાં આવ્યું છે કે આ અંડરગ્રાઉન્ડ સ્થળે વિવિધ પ્રકારની બેલિસ્ટિક મિસાઇલો રાખવામાં આવી છે.
આ વીડિયો સરકારી મીડિયા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને ખતરનાક બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે,સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે ઈરાન કોઈપણ હુમલાનો સામનો કરવા અને કડક જવાબ આપવા સક્ષમ છે.
૮૫ સેકન્ડના આ વીડિયોમાં ઈરાની સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ મોહમ્મદ હુસૈન બાગેરી અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એરોસ્પેસ ફોર્સના કમાન્ડર અમીર અલી હાજીઝાદેહ ઈરાનની સૌથી અદ્યતન મિસાઈલો અને રોકેટ વચ્ચેથી પસાર થતા જોઈ શકાય છે.
આ વિડીયોમાં ખૈબર શિકાન, કાદર-એચ, સાજિલ, હાઝ કાસિમ અને પાવ લેન્ડ એટેક ક્રુઝ મિસાઇલોનો સમાવેશ થાય છે. જેમાંથી કેટલાક શસ્ત્રોનો ઉપયોગ ઈરાને ગયા વર્ષે ઇઝરાયલ પરના હુમલામાં કર્યો હતો.
આ વિડીયો એક ટનલ કોરિડોરથી શરૂ થાય છે જેમાં બંને બાજુ મિસાઇલો લાઇનમાં છે. આગળ વધીને તે બાઘેરી અને હાજીઝાદેહ પહોંચે છે. આ પછી, ઈરાનના શસ્ત્ર કાર્યક્રમો માટે જવાબદાર બંને અધિકારીઓ ખુલ્લી જીપમાં શસ્ત્રોથી ભરેલી ટનલમાંથી પસાર થતા જોવા મળે છે. શસ્ત્રો લાંબી ટનલ અને મોટી ગુફાઓમાં ખુલ્લામાં રાખવામાં આવે છે. જો આ સુવિધા પર હુમલો કરવામાં આવે તો તેના વિનાશક પરિણામો આવી શકે છે. જો આવું થાય, તો વિસ્ફોટોની ખૂબ મોટી સાંકળ શરૂ થઈ શકે છે.
આ વીડિયો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ બાદ જાહેર કરવામાં આવ્યો છે. એક્સિઓસના અહેવાલ મુજબ, આ મહિનાની શરૂઆતમાં, ટ્રમ્પે તેહરાનને નવા પરમાણુ કરાર પર પહોંચવા માટે બે મહિનાની સમયમર્યાદા આપી હતી. ટ્રમ્પે એવો પણ સંકેત આપ્યો કે હુતી બળવાખોરો સામે ચાલી રહેલા અભિયાનમાં ઈરાન પણ નિશાન બની શકે છે, કારણ કે ઈરાન તેમનો મુખ્ય પ્રાયોજક છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial