Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આમ આદમી પાર્ટીના રાજ્ય પ્રમુખ ઈસુદાન ગઢવીની આંદોલનની ચીમકી
ખંભાળીયા તા. ૩૧: આમ આદમી પાર્ટીના રાજ્ય પ્રમુખ ઈશુદાન ગઢવી દ્વારા ખેડૂતોના ખેતરમાં મગફળી તૈયાર થઈ ગઈ છે ત્યારે ભાવ નીચા હોય ટેકાના ભાવે ખરીદી નહીં કાં તો આમ આદમી પાર્ટી આંદોલન કરીને ગાંધીનગરમાં ઘેરાવ કરશેની ચીમકી અપાઈ છે. તેમણે જણાવેલ કે કમોસમી વરસાદ, સહાયના નામે હજુ મીંડું, સહાયના ફોર્મ ભરાતા નથી સહાયો મળવાના ચાન્સ ઓછા ૨૦૧૪માં મગફળીનો ભાવ ૧૧૦૦/૧૨૦૦ હતો જ્યારે ૨૦૨૪ માં ૯૦૦/૯૫૦ છે. સરકાર ૧૩૭૫ મણ લેખે ટેકાનો ભાવ રાખ્યો છે તે ભાવે ખરીદી કરવી જોઈએ સ્વામીનાથન કમિટી અનુસાર ૨૪૦૦-૨૫૦૦ મગફળીનો ભાવ છે ત્યારે ૧૩૫૭ ના ભાવે જો સરકાર ખરીદી નહીં કરે તો આમ આદમી પાર્ટી ગાંધીનગર ઘેરાવો કરશે તથા ભાજપના લોકોને ગામમાં પ્રવેશબંધી પણ થશે. ચૂંટણી સમયે તથા સદસ્યતા અભિયાનમાં ગામેગામ ઉમટતા કાર્યકરો મગફળીનો ભાવ આપવા ટાણે ગાયબ છે. ૧૬૧ ધારાસભ્યો તથા ૨૫ સાંસદોમાંથી કોઈ આ મુદ્દે બોલતું નથી તે ભાજપના નેતા ખેડૂતોના હિતેચ્છુ નથી તે સાબીત થતું હોય આમ આદમી પાર્ટી સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળી રાખવાના મુદ્દે લડત કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial