Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત એટીએસે કરી હતી ધરપકડઃ
જામનગર તા. ૩૧: જામનગર તાલુકાના સચાણા ગામના એક શખ્સને ગુજરાત એટીએસે ડ્રગ્સની હેરાફેરીના કેસમાં પકડી પાડ્યો હતો. જેલ હવાલે થયેલા આ શખ્સે જામીનમુક્ત થવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. તે અરજી ગ્રાહ્ય રખાઈ છે.
જામનગર તથા દ્વારકા જિલ્લામાં નવેમ્બર ૨૦૨૧માં ગુજરાતની એટીએસને મળેલી બાતમીના આધારે અલગ અલગ જગ્યાએથી મોટી માત્રા માં ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું. તે પૈકી મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામમાંથી ત્રણ શખ્સને ૧૨૦ કિલો ડ્રગ્સ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.
તે પછી એનસીબીએ શરૂ કરેલી તપાસમાં તે ડ્રગ્સ રેકેટમાં અનેક રાજ્યોના શખ્સો સંડોવાયેલા હોવાનું ખૂલ્યું હતું. તેમાં સચાણા ગામના એક શખ્સ દ્વારા જખૌ દરિયાઈ માર્ગેથી હેરોઈન લાવ્યો હોવાનું પણ ખૂલતા તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ શખ્સે જામીનમુક્ત થવા સાબરમતી જેલમાંથી ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. તે અરજી ચાલી જતા વડી અદાલતે આરોપીને જામીન મુક્ત કરવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ શિવરાજસિંહ રાઠોડ, એસ.એસ. ખાંભલા, વી.એસ. ખીમાણીયા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial