Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વરવાળા ટી.બી. સેનેટોરિયમ સંચાલિત
જામનગર તા. ૩૧: વરવાળા ટી.બી સેનેટોરિયમ સંચાલિત શ્રી શંકરાચાર્ય જનરલ હોસ્પિટલ વરવાળા ગામમાં આયુર્વેદ સારવાર વિભાગ બે માસથી કાર્યરત થયેલ છે. આ બે માસ દરમિયાન કુલ ૭૦૧ જરૂરતમંદ દર્દીઓએ લાભ લીધો હતો.
વરવાળા ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેમકે મોજપ, શિવરાજપુર, વસઈ, મકનપુર, ભીમરાણા, મીઠાપુર, સુરજકરાડી, આરંભડા, ઓખા-બેટ, ભાટીયા, લાંબા, દ્વારકા વગેરે ગામના નવા-જુના તમામ પ્રકારના રોગોના દર્દીઓએ આ નિઃશુલ્ક-ફ્રી આયુર્વેદ સારવારનો લાભ લીધો હતો.
શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના માર્ગદર્શન હેઠળ તથા બ્રહ્મચારીશ્રી નારાયણાનંદજીના સહયોગથી આયુર્વેદ સારવાર વિભાગ વરવાળા ગામમાં સોમવારથી શુક્રવાર સુધી સવારે ૯ થી ૧૨ તથા સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી ખુલ્લો હોય છે.
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંચાલિત શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય જામનગરના સેવાનિવૃત્ત આયુર્વેદાચાર્ય વૈદ્ય ડી.પી. મહેતા જે-તે રોગ સંબંધીત જરૂરી સૂચના-માર્ગદર્શન આપવાની સાથે નિદાન-સારવાર કરીને દરીદ્ર નારાયણરૂપી દર્દીઓને રોગમુકત કરવાના પ્રયત્ન કરે છે.
પ્રિવેન્સન તથા અવેરનેસ અંતર્ગત ચોમાસામાં પાણીજન્ય રોગોથી બચવાના ઉપાયો અને ગુજરાત સરકાર આયોજીત મેલેરિયા મુકત સ્વસ્થ ગુજરાત અભિયાન બાબતે ટ્રસ્ટ તરફથી જરૂરી પત્રિકાઓ પ્રસિદ્ધ કરાવીને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ છે. આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અભિનંદન-શુભેચ્છાપત્ર પણ આવેલ છે. હાલના સ્વચ્છતા હી સેવા ઝુંબેશ બાબતે રસપ્રદ પત્રિકા તૈયાર કરીને વિતરણ કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial