Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના મોડપરમાં બંધ મકાનમાંથી મળી દારૂની ૬૫૬ બોટલઃ બે આરોપી ઝડપાયા

સમરસ હોસ્ટેલ પાસેથી છકડામાં લઈ જવાતી ૧૪૪ બોટલ કબજેઃ

જામનગર તા. ૩૧: ધ્રોલના મોડપર ગામની સીમમાં સરકારી ખરાબા સ્થિત એક બંધ મકાનમાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે રાત્રે પોલીસે દરોડો પાડી ૬૫૬ બોટલ દારૂ કબજે કર્યાે છે. ઝડપાયેલા બે શખ્સે અન્ય એકનું નામ આપ્યું છે. સ્થળ પરથી મોટર પણ કબજે કરાઈ છે. ઠેબા બાયપાસ નજીક સમરસ હોસ્ટેલ પાસે છકડામાં લઈ જવાતી દારૂની ૧૪૪ બોટલ સાથે પોલીસે બે શખ્સને દબોચી લીધા છે. ત્રીજાનુ નામ ખૂલ્યું છે. જોગવડ પાસેથી છ બોટલ, સીક્કા તથા સમાણા પાસેથી બે બોટલ મળી છે.

ધ્રોલ તાલુકાના મોડપર ગામની સીમમાં આવેલા એક સરકારી ખરાબા સ્થિત મકાનમાં અંગ્રેજી શરાબનો જથ્થો પડ્યો હોવાની બાતમી મળતા ગઈકાલે રાત્રે ધ્રોલ પોલીસ સ્ટેશનના સ્ટાફે ત્યાં દરોડો પાડી બંધ મકાનની તલાશી લીધી હતી. તે મકાનમાંથી ભારતીય બનાવટ ના અંગ્રેજી શરાબની ૬૫૬ બોટલ મળી આવી હતી. સ્થળ પરથી બોટલ, બે મોબાઈલ, એક મોટર સહિત રૂ. ૪ લાખ ૧૯૨૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સ્થળ પરથી મૂળ રાજસ્થાનના જોધપુર જિલ્લાના વતની અને હાલમાં રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખાખરાબેલા ગામમાં એક ખેતરમાં મજૂરી કરતા દિનેશ નગારામ નાયક ઉર્ફે કાળુ, ખાખરાબેલા ગામના યુવરાજસિંહ અનોપસિંહ જાડેજા નામના બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સોએ પોતાના ત્રીજા સાગરિત રાજકોટના ફિરોઝ સંધીનું નામ આપ્યું છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા જોગવડ ગામ નજીકના પાણીના ટાંંકા પાસેથી ગઈકાલે સાંજે જીજે-૧૦-સીએસ ૬૪૦૫ નંબરના મોટરસાયકલ પર જઈ રહેલા મુંગણી ગામના યુવરાજસિંહ કિરીટસિંહ દેદા નામના શખ્સને પેટ્રોલિંગમાં રહેલા મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફે શકના આધારે રોકાવી તલાશી લીધી હતી.

આ શખ્સના કબજામાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ચાર બોટલ મળી આવી હતી. પોલીસે રૂ. ૨૦ હજારનું બાઈક, બે મોબાઈલ, ચાર બોટલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યાે છે.

જામનગર તાલુકાના સિક્કા ગામની ગોકુલપુરી પાસેથી ગઈકાલે રાત્રે જાવિદ આમીન ચમડીયા નામનો શખ્સ દારૂની બોટલ સાથે ઝડપાયો છે.

જામનગર-કાલાવડ માર્ગ પર ઠેબા બાયપાસથી ખીજડીયા બાયપાસ વચ્ચે એક રિક્ષામાંં દારૂની હેરાફેરી કરી રહ્યો હોવાની બાતમી પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જમાદાર નિર્મળસિંહ જાડેજા વગેરેને મળતા પીઆઈ એમ.એન. શેખની સૂચનાથી સ્ટાફે ગઈરાત્રે વોચ રાખી હતી. તે દરમિયાન જીજે-૧૦-વાય ૫૧૯૬ નંબરનો છકડો પસાર થતાં તેને રોકાવી પોલીસે ચેક કરતા તેમાંથી અંગ્રેજી શરાબની ૧૪૪ બોટલ મળી આવી હતી. તે જથ્થા સાથે સુભાષ શાક માર્કેટ પાસે રહેતા જતીન કાંતિભાઈ પીપરીયા, વિજય ઉર્ફે કાળુ હિતેશભાઈ પારેજીયા નામના બે શખ્સની ધરપકડ કરાઈ છે. આ શખ્સોએ જયેશ ચોવટીયાનંુ નામ આપ્યું છે. પોલીસે છકડો, દારૂ મળી કુલ રૂ. ૧,૨૨,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.

જામજોધપુર ધોરીમાર્ગ પર આવેલા સમાણા ગામની ચેક પોસ્ટ પાસેથી ગઈરાત્રે દલ દેવરીયા ગામનો ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા નામનો શખ્સ જીજે-૧૦-ઈબી ૧૬૯૪ નંબરની બાઈકમાં દારૂની અડધી બોટલ લઈને જતો હતો ત્યારે પોલીસે તેને પકડી પાડ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh