Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરેડમાં દેખાયું જવાનોનું શોર્યઃ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયાઃ દેશવાસીઓને આપી દિવાળીની શુભેચ્છાઃ સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે બે દિવસની ગુજરાતની મુલાકાતે રૂ. ૨૮૪ કરોડથી વધુના વિકાસ પ્રોજેકટોના લોકાર્પણ/અનાવરણ
કેવડીયા તા. ૩૧: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિવાળી અને રાષ્ટ્રીય એકતા દિને કેવડીયાથી એકતાનો સંદેશ આપીને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને સંબોધન કર્યું હતું.
આજે દેશ લોખંડી પુરૂષ સરદાર પટેલની જન્મજયંતીની ઉજવણી કરી રહ્યો છે અને દિવાળી પર્વ પણ ઉજવાય રહ્ય છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ગુજરાતના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પહોંચીને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન વડાપ્રધાને રાષ્ટ્રીય એકતા દિવસ પરેડની સલામી પણ લીધી હતી.
વડાપ્રધાન મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને એકતાના શપથ લેવડાવ્યા હતાં.
દેશની આઝાદી બાદ વિવિધ રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરવાનો શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે. આ જ કારણ છે કે તેમની જન્મજયંતીનેે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાઓ પૈકીની એક સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લશ્કરી પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરમાંથી ૧૬ ર્માચિંગ ટુકડીઓએ ભાગ લીધો હતો. આ સાથે સુરક્ષાદળોએ બહાદુરી દર્શાવતા અનેક પ્રદર્શનો પણ રજૂ થયા છે.
ભારતીય વાયુસેનાના વિમાનોએ પસાર થઈને સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એનએસજી કમાન્ડોની ટુકડી પરેડ દરમિયાન માર્ચ કરી હતી. બીએસએફ અને સીઆરપીએફની ટીમોને બહાદુરી દર્શાવી હતી. તેમ પીએમ ઓને ટાંકીને આવી રહેલા અહેવાલો જણાવે છે કે શાળાના વિદ્યાર્થીઓના જૂથે બેન્ડ પરફોર્મન્સ કરી અને લખ્યું, ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ પર વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડીયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતી પર મારી હાર્દિક શ્રદ્ધાંજલિ રાષ્ટ્રીય એકતા અને સાર્વભૌમત્વની રક્ષા એ તેમના જીવનની સર્વોચ્ચ પ્રાથમિકતા હતી, તેમનું વ્યક્તિત્વ અને કાર્ય દેશની દરેક પેઢીને પ્રેરણા આપતું રહેશે.
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની યાદમાં ૩૧ ઓકટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વડાપ્રધાન યુનિટી ડે પરેડના સાક્ષી બન્યા જેમાં નવ રાજ્યો, એક કેન્દ્રશાસિત પ્રદેશ પોલીસ, ચાર કેન્દ્રીય સશષા પોલીસ દળો, નેશનલ કેડેટ કોર્પ્સ અને એક ર્માચિંગ બેન્ડ સહિત ૧૬ ર્માચિંગ ટુકડીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ભારતીય વાયુસેનાનું સૂર્ય કિરણ ફલાયપાસ્ટ મુખ્ય આકર્ષણ રહેશે.
આ પહેલા પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ એકસ દ્વારા તમામ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે દિવાળીના અવસર પર પીએમ મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે જ્યાં તેમણે કેવડિયામાં અનેક વિકાસ પ્રોજેકટનું ઉદ્ધાટન કર્યું હતું. અહીં તેમણે રૂ. ૨૮૪ કરોડથી વધુની યોજનાઓનું અનાવરણ કર્યું. આ પ્રોજેકટ્સનો ઉદ્દેશ્ય કેવડિયામાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો, પ્રવાસીઓના અનુભવમાં સુધારો કરવાનો અને વિસ્તારમાં ટકાઉ વિકાસના પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો છે. મોદીએ નવા પ્રવાસન કેન્દ્રો શરૂ કર્યા જે વિશ્વમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની પ્રતિષ્ઠા વધારવામાં મદદ કરશે અને યુનિટી સિટીની મુલાકાત લેતા પ્રવાસીઓને વિશ્વ કક્ષાની સુવિધાઓ પૂરી પાડશે. મોદીએ એકતા દિવસ પર શપથ લેવડાવ્યા હતાં. તેમણે કહ્યું હતું કે હું સત્ય નિષ્ઠાથી શપથ લઉં છું કે હું રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે સ્વયંને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓ વચ્ચે આ સંદેશ ફેલાવવાનો પણ પૂરો પ્રયાસ કરીશ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial