Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જાહેર માર્ગ પર અડચણરૂપ મંડપનું સ્થળાંતરઃ
જામનગર તા. ૩૧: જામનગરમાં તળાવની પાળ પર રણમલ તળાવ સંકુલના ૭ નંબરના પ્રવેશદ્વાર નજીક શ્રી સત્યનારાયણ મંદિર તથા શ્રી બાલાહનુમાન મંદિર પાસે જાહેર માર્ગ પર અડચણરૂપ મંડપ નાખી દેવામાં આવતા વિરોધ થયો હતો. બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજા સહિતના વાર્ષિક કાર્યક્રમો માટે મંડપ નાખવામાં આવ્યો હોવાની માહિતી છે.
ઉલ્લેખનિય છે કે, હાલ દિવાળી અને નૂતન વર્ષ સહિતના તહેવારો હોય, મંદિરોમાં અન્નકૂટ સહિતના ઉત્સવો હોય, અડચણરૂપ મંડપથી વાહન વ્યવહાર પ્રભાવિત થતા દર્શનાર્થીઓને હાલાકી થઈ હતી જેને પગલે શ્રી સત્યનારાયણ મંદિરના સંચાલકો દ્વારા સ્થાનિકો અને વૈષ્ણવો સાથે વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો.
આ તકે અમુક સ્થાનિકોએ ઉપવાસ આંદોલનની ચિમકી આપતા દોડધામ મચી ગઈ હતી.આખરે આયોજકો દ્વારા છેલ્લી ઘડીએ અન્ય સ્થળે આયોજન કરવા અંગે અસમર્થતા દર્શાવી અહીં આવતા વર્ષે આયોજન ન કરવાની બાહેંધરી આપવામાં આવતા તથા મંડપનું સ્થળાંતર કરી રસ્તો ખૂલ્લો કરવામાં આવ્યો હતો.
જાહેર માર્ગ પર અડચણરૂપ તથા તહેવારો પર મંદિરે જતા દર્શનાર્થીઓ માટે હાલાકીજનક આ પ્રકારના આયોજનોની મંજુરી ઉપર પણ સવાલ ઉદ્ભવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial