Advertisement
Author: નોબત સમાચાર

મોટા થાવરીયાની ખેતીની જમીનનો દસ્તાવેજ રદ્દ કરવાનો દાવો નામંજૂર

વાદીને ખાસ ખર્ચ તરીકે રકમ જમા કરાવવા હુકમઃ

જામનગર તા. ૩૧: જામનગરના મોટા થાવરીયા ગામમાં આવેલી ખેતીની એક કિંમતી જમીન અંગેનો દસ્તાવેજ રદ્દ કરાવવા અદાલતમાં કરાયેલો દાવો નામંજૂર કરવામાં આવ્યો છે. વાદીને ખાસ ખર્ચ તરીકે રૂ. ૧૦ હજાર ચૂકવવા આદેશ કરાયો છે.

જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં આવેલી ખેતીની કિંમતી જમીન કાકુ કાનજી ચોવટીયા વગેરેના નામે ચાલતી હતી. ત્યારપછી તેના માલિક ધાનજી રામજીનું અવસાન થતાં તેના વારસોના નામે જમીન ચડાવેલી હતી.

તે દરમિયાન કૌટુંબિક સમજૂતીમાં ભાયુભાગમાં આવેલી ખેતીની જમીન રતીલાલ કાનજી ચોવટીયાના વારસો તથા લખમણ કાનજી ચોવટીયાએ મહમદ ઈસ્માઈલ શેખને ૨૦૦૮માં વેચી રકમ તેનો દસ્તાવેજ કરી આપ્યો હતો. ત્યારપછી આ જમીનોમાં વારસ દરજ્જે પોતાનો હક્ક-હિત, હિસ્સો છે તેવા વાંધા-તકરારો ઉભા કરી કાકુ કાનજીએ જામનગરની કોર્ટ માં દાવો કર્યાે હતો. ગુજરનાર કાનજી ચોવટીયાના અન્ય વારસોને પણ પક્ષકાર તરીકે જોડી ગુજરનાર મહમદ શેખને કરી અપાયેલો દસ્તાવેજ બંધન કર્તા નથી તેમ ઠરાવી આપવા દાવો કર્યાે હતો.

તે દાવા અન્વયે મહમદ શેખના વારસો તરફથી રોકાયેલા વકીલે કરેલી દલીલો તેમજ અન્ય પુરાવાઓ ધ્યાને રાખી અદાલતે વાદી તેનો હક્ક, હિત પુરવાર કરી શક્યા નથી અને દસ્તાવેજના આસામીઓને પડકાર્યા નથી, દસ્તાવેજ થયા પછી નોટરી સમક્ષ લખમણ ચોવટીયાએ કરી આપેલો સમજૂતી કરાર પુરવાર થતો હોવાથી રતીલાલના વારસો પુખ્ત થયા પછી પણ તેઓએ દસ્તાવેજને ચેલેન્જ કરી નથી તેવી દલીલ કરી હતી. અદાલતે તે દલીલો ગ્રાહ્ય રાખી વાદીનો દાવો ખર્ચ સાથે રદ્દ કરી ખાસ ખર્ચ તરીકે રૂ. ૧૦ હજાર કાનૂની સેવા સત્તામંડળમાં વાદીએ જમા કરાવવા તેવો હુકમ કર્યાે છે. મહમદ શેખના વારસ તરફથી વકીલ અશોક નંદા, પૂનમ પરમાર રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh