Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તાલુકામાં વિકાસ સપ્તાહની ઉજવણીનું સુચારૃં આયોજન ઘડાયું

તાલુકા પંચાયતની કચેરીમાં યોજાયેલી બેઠકમાં

જામનગર તા. ૩૧: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના ર૩ વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત સરકારે દર વર્ષે ૭ થી ૧પ ઓકટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે. જેના ભાગરૂપે જામનગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોના સુચારૃં આયોજન માટે જામનગર તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી સરવૈયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં યુવાઓ, મહિલાઓ, અન્નદાતાઓ સહિતના તમામ વર્ગોના કલ્યાણ હેતુ કાર્યક્રમો યોજવા, સુશાસન દિવસ, પોષણ અને આરોગ્ય દિવસ, પ્રાકૃતિક ખેતી સંબંધિત કાર્યક્રમો યોજવા, વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન, પદયાત્રા, સરકારની યોજનાઓની સફળતાની ગાથા રજૂ કરતાં પ્રદર્શનો યોજવા, શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવું વગેરે કાર્યક્રમો યોજવા અંગે તાલુકા વિકાસ અધિકારીએ સૂચનો કર્યા હતાં. તેમજ સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા યોજાનાર કાર્યક્રમો અંગે વિગતો મેળવી હતી. આ બેઠકમાં લગત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh