Advertisement
Author: નોબત સમાચાર

મજૂરોને મોકલવાનું કહી કાલાવડના બેડીયા ગામના ખેડૂત પર કરાયો હલ્લો

બે શખ્સે ધોકાથી ખેડૂતને લમધારી નાખ્યાઃ

જામનગર તા. ૩૧: કાલાવડના બેડીયા ગામમાં એક ખેડૂતને તેના ખેતરમાં કામ કરતા મજૂરોને મોકલી દેવાનંુ કહી બે શખ્સે ધોકાથી હુમલો કરી માર માર્યાે હતો.

કાલાવડ તાલુકાના બેડીયા ગામના ખેડૂત મનસુખભાઈ મોહનભાઈ વોરા નામના પ્રૌઢ મંગળવારે સાંજે પોતાના ખેતરે કામ કરતા હતા ત્યારે પિન્ટુ ઉર્ફે પ્રતીપાલસિંહ સુખદેવસિંહ જાડેજા નામના શખ્સે ફોન કરીને ત્યાં કામ કરતા મજૂરોને પોતાના ખેતરે મગફળીના પાક માટે મોકલવાનું કહ્યું હતું.

તેની સામે મનસુખભાઈએ પોતાને ત્યાં કામ ચાલુ છે, મજૂર નવરા નથી તેમ કહેતા પિન્ટુએ ગાળો ભાંડી હતી. તે પછી પિન્ટુ તથા મહાવીરસિંહ ગંભીરસિંહ જાડેજા ધોકા સાથે ધસી ગયા હતા. આ શખ્સોએ મનસુખભાઈના ખેતરમાં ઘૂસી મજૂરને ના કેમ પાડે છે તેમ કહી હુમલો કરી માર મારી ગાળો ભાંડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh