Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પટમાંથી રોકડ, વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી કબજેઃ
જામનગર તા. ૩૧: લાલપુરના કાનાલુસ ગામમાંથી બે શખ્સ ગંજીપાના કૂટતા ઝડપાયા છે. પટ્ટણીવાડ પાસે વરલીના આંકડા લખતો શખ્સ મળી આવ્યો છે. ધુંવાવ તથા ઝાખરમાંથી પણ બે વર્લીબાજની પોલીસે અટકાયત કરી છે.
લાલ૫ુર તાલુકાના કાનાલુસ ગામ પાસે ચારણનેસ નજીક ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા દેગણશી છગનભાઈ હાજાણી, દેશળભાઈ સાજણભાઈ ઘોડા નામના બે શખ્સ પોલીસના દરોડામાં ઝડપાયા છે.
જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં પટ્ટણીવાડ પાસેથી ચલણી નોટના નંબર પર જુગાર રમતા અઝરૂદ્દીન શૌકતભાઈ સોલંકી, રમેશભાઈ નાથાભાઈ ચૌહાણ નામના બે શખ્સને પોલીસે પકડી પાડ્યા છે.
જામનગર નજીકના ધુંવાવ પાસે હાઉસીંગ બોર્ડ નજીકથી વર્લીના આંકડા લખતા શબ્બીર અબ્બાસ રફાઈ નામના શખ્સને પકડી લેવામાં આવ્યો છે.
લાલપુર તાલુકાના ઝાખર ગામના ભરતસિંહ કાથડજી ચુડાસમા નામના શખ્સને વર્લી મટકાના આંકડા લખતો મેઘપર પોલીસે દબોચી લીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial