Advertisement
Author: નોબત સમાચાર

ચેલા ગામ પાસે બાઈકના અકસ્માતમાં યુવાનનું મૃત્યુઃ અકસ્માતની હારમાળા

અન્ય બે અકસ્માતમાં બે વ્યક્તિના મૃત્યુઃ મોરકંડા પાસે અકસમાતમાં યુવાન ઘાયલઃ

જામનગર તા. ૩૧: જામનગર-લાલપુર માર્ગ પર ચેલા પાસે સોમવારે સર્જાયેલા એક અકસ્માતમાં યુવાનનું મૃત્યુ નિપજયું છે. જ્યારે મંગળવારે સાંજે મોટી ખાવડી પાસે અજાણ્યા ટ્રેલરની ઠોકરે ચડેલા પરપ્રાંતિય બાઈકચાલક નું મૃત્યુ થયું છે. ખંભાળિયા પાસે મંગળવારે એક મોટરે બાઈકને ઠોકર મારતા ખંભાળિયાના યુવાનનું મૃત્યુ થયું છે. મોરકંડા પાસે ગઈકાલે એક યુવાનને મોટરે ઠોકર મારી અકસ્માત નિપજાવ્યો છે.

જામનગર-લાલપુર ધોરી માર્ગ પર આવેલા ચેલા ગામથી આગળ ઐશ્વર્યા ફાર્મ નજીક ગોળાઈ પરથી ગયા સોમવારે જીજે-૧૦-ઈબી ૪૮૦૩ નંબરનું બાઈક પુરપાટ ઝડપે પસાર થયું હતું. તે દરમિયાન બાઈકચાલકે કોઈ કારણથી કાબુ ગૂમાવતા તેનું બાઈક ઉથલું પડયું હતું અને નીચે બેસેલા રણજીત નામના યુવાન પર ખાબક્યું હતું.

આ અકસ્માતમાં ઘવાયેલા બાઈકચાલક તથા રણજીતને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું છે. દરેડ ગામના સવાભાઈ ભાદાભાઈ ટોયટાએ પોલીસને જાણ કરી છે.

જામનગર-ખંભાળીયા માર્ગ પર આવેલા મોટી ખાવડી ગામ નજીક ખાનગી કંપનીના મટીરીયલ ગેઈટ પાસેથી મંગળવારની સાંજે પસાર થતાં એમપી-૧૧-એનડી ૪૬૦૪ નંબરના બાઈકને પાછળથી એક અજાણ્યા ટ્રેલરે ઠોકર મારી દીધી હતી. બાઈક ચલાવી રહેલા હાલમાં મોટી ખાવડી ગામમાં વસવાટ કરતા ભંવરસિંગ પ્રેમચંદ શીંગાડ (ઉ.વ.૪૩) નામના પરપ્રાંતીય યુવક પછડાયા હતા. તેમના માથા પરથી ટ્રેલર ફરી વળ્યું હતું. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. નાઘેડી ગામના ભરતભાઈ પબાભાઈ ચાવડાએ પોલીસને જાણ કરી છે.

જામજોધપુર શહેરમાં તિરૂપતિ સોસાયટીમાં રહેતા રામભાઈ જીવાભાઈ કરમુરના ભત્રીજા કમલેશ જોધાભાઈ કરમુર (ઉ.વ.૩૫) મંગળવારે સવારે ખંભાળિયા નજીકની ગંગા કણઝાર ચોકડી પાસેથી બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે જીજે-૩૭-એમ ૬૦૮૮ નંબરની મોટરના ચાલક ખંભાળિયા શહેરના શક્તિ નગરમાં રહેતા મુકેશ ઉર્ફે મુન્ના મનસુખભાઈ હરીયાણી નામના શખ્સે ઠોકર મારી દીધી હતી. ગંભીર ઈજા પામેલા કમલેશભાઈનંુ સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. રામભાઈએ પોલીસમાં ફરિયાદ કરી છે.

જામનગરના લાલપુર બાયપાસથી ઠેબા બાયપાસ વચ્ચે આવેલા મોરકંડા ગામના પાટીયા પાસેથી ગઈકાલે બપોરે બાઈક પર જઈ રહેલા એક યુવાનને મોટરે ઠોકર મારી પછાડી દેતાં માથામાં ગંભીર ઈજા પામેલા આ યુવાનને સારવાર માટે ૧૦૮માં જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh