Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાયસન્સ કે એનઓસી વગર
જામનગર તા. ૩૧: લાલપુરના કાનાલુસ ગામ પાસે એક શખ્સે પરવાનો કે ફાયર એનઓસી મેળવ્યા વગર જ ફટાકડા વેચવાનો સ્ટોલ શરૂ કરી દેતા દોડી ગયેલી પોલીસે તે સ્ટોલના સંચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
લાલ૫ુર તાલુકાના કાનાલુસ ગામ પાસે શરૂ કરવામાં આવેલા ફટાકડાના સ્ટોલના સંચાલક પાસે કાયદા મુજબ પરવાનો મેળવવામાં આવ્યો ન હોવાની બાતમી મળતા ગઈકાલે સાંજે મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફે ત્યાં ચકાસણી હાથ ધરી હતી.
ત્યાં ફટાકડાનો સ્ટોલ ચલાવી રહેલા કાનાલુસ ગામના મનિષ જોરાવરસંગ વાળા પાસે એનઓસી, લાયસન્સ જોવા માટે બતાવવાનું કહેવાયું હતું. જેમાં આ શખ્સ પાસે ફાયર સેફટીનું એનઓસી કે ફટાકડાના સ્ટોલનો પરવાનો ન હોવાનું જણાઈ આવતા મેઘપરના પોલીસકર્મી કે.બી. નંદાણીયાએ ખુદ ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial