Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં રહેતી પાંચ મહિનાની જાનવીના પગની વિનામૂલ્યે શસ્ત્રક્રિયા કરાઈ

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ફળશ્રુતિઃ

જામનગર તા. ૩૧: જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામે વાડી વિસ્તારમાં રહેતા અને ખેત મજૂરી કરતા મુનાભાઈ ખરાના ઘરે દીકરીનો જન્મ થયો હતો, પરંતુ જન્મથી તેનો ડાબો પગ ત્રાસો હતો, જેના લીધે પરિવાર ચિંતામાં મૂકાયો હતો, પરંતુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હરિયાણાની ટીમ દ્વારા પરિવારની મુલાકાત કરવામાં આવી અને જાનવી નામની ક્લબફૂટની સારવારની જરૂર હોય તેનું સંદર્ભ કાર્ડ ભરી જામનગરની જી.જી. હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી.

જી.જી. હોસ્પિટલમાં એક મહિના સુધી દર અઠવાડિયે જાનવીને પગમાં પ્લાસ્ટર કરવામાં આવ્યું અને રપ દિવસ પછી નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા ખૂબ જ કુનેહથી તેણીના પગનું વિનામૂલ્યે સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાલ તેણી સ્વસ્થ છે. હવે જાનવી પોતાના પગભર ચાલી શકશે.

આ કામગીરી શ્રી જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એચ. ભાયા, તાલુકા હેલ્થ ઓફિસર સંજય સોમૈયાના માર્ગદર્શન હેઠળ કામ કરતી જોડિયા તાલુકાની (આરબીએસકે) રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમના ડો. સેજલ કરકર અને ડો. દેવજી નકુમ, એફ.એચ.ડબલ્યુ. રજનીબેનના સહકારથી કરવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh