Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક વર્ષમાં ૬૦ હજારથી વધીને દસ ગ્રામનો ભાવ ૮૦ હજારને વટાવીને ગયો છતાં
નવી દિલ્હી તા. ૩૧: એક વર્ષમાં સોનાનો ભાવ ૬૦ થી ૮૦ હજાર રૂપિયાની સપાટીને વટાવી ગયો છે, છતાં માંગ ૧૮% વધી છે. ભારતમાં આ વર્ષે જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે કુલ ર૪૮.૩ ટન સોનું વેંચાયું છે.
સોનાની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે ધનતેરસ પર ૧૦ ગ્રામ સોનાની કિંમત ૬૦,૦૦૦ રૂપિયાની આસપાસ હતી. આ ધનતેરસ પર તેની કિંમત ૮૦,૦૦૦ રૂપિયાને પાર કરી ગઈ છે. પરંતુ તેમ છતાં સોનાની માંગ ઘટવાને બદલે વધી રહી છે.
આ વર્ષે જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર માટે આંકડા જુઓ. આ સમયગાળા દરમિયાન સોનાની માંગમાં ૧૮ ટકાનો વધારો થયો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલ (ડબલ્યુજીસી)ના ડેટા અનુસાર ભારતમાં આ વર્ષે જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે કુલ ર૪૮.૩ ટન સોનું વેંચાયું હતું. ખરેખર આ સમયે સોનાની આયાત ડ્યુટી ઘટાડી હતી. પરિણામે જ્વેલરીની માંગમાં સુધારો થયો છે. કાઉન્સિલે આજે કેલેન્ડર વર્ષ-ર૦ર૪ ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે સોનાની માંગનો અહેવાલ બહાર પાડ્યગો છે.
નોંધનીય છે કે, એક વર્ષ પહેલા સમાન ત્રિમાસિક ગાળામાં સોનાની કુલ માંગ ર૧૦.ર ટન હતી. આ અહેવાલ મુજબ સોનાના ભાવ સર્વકાલીન ઉચ્ચસ્તરે છે. તેથી રોકાણકારોમાં ભાવમાં ઘટાડો થવાની રાહ જોવાનું વલણ વધી શકે છે. સમગ્ર વર્ષ માટે સોનાની માંગ ૭૦૦-૭પ૦ ટનની રેન્જમાં રહેવાની શક્યતા છે, જે ગયા વર્ષની સરખામણીમાં થોડી ઓછી છે.
ધનતેરસ અને લગ્નને ધ્યાનમાં રાખીને સોનાની કુલ માંગમાં વધારો થવાની પણ શક્યતા છે. વર્ષ-ર૦ર૩ માં ભારતની સોનાની માંગ ૭૬૧ ટન હતી. જ્વેલર્સ અને રિટેઈલર્સની ભારે ધનતેરસની માંગ વચ્ચે મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના ભાવ રૂ. ૩૦૦ વધીને રૂ. ૮૧,૪૦૦ પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગયા હતાં, જે અત્યાર સુધીનો સૌથી વધુ રેકોર્ડ છે. મૂલ્યની દૃષ્ટિએ આ કેલેન્ડર વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં સોનાની માંગ પ૩% વધીને રૂ. ૧,૬પ,૩૮૦ કરોડ થઈ છે, જે ર૦ર૩ ના સમાન સમયગાળામાં રૂ. ૧,૦૭,૭૦૦ કરોડ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial