Advertisement
Author: નોબત સમાચાર

પોલીસ કેસમાં સાક્ષી હોવાથી આરંભડાના યુવાનને ફડાકા ઝીંકી સ્કૂટર ઝૂંટવી લેવાયું

સ્કૂટરમાં હતા રૂ. ૫ હજાર રોકડાઃ નોંધાયો લૂંટનો ગુન્હોઃ

જામનગર તા. ૩૧: ઓખા મંડળના આરંભડા ગામના એક યુવાન સુરજકરાડીના શખ્સ સામે નોંધાયેલા ગુન્હામાં સાક્ષી હોવાથી ત્રણ સપ્તાહ પૂર્વે તેઓને મીઠાપુરમાં આ શખ્સે ફડાકા ઝીંકી એક્ટિવા સ્કૂટર ઝૂંટવી લીધુ હતું. તે સ્કૂટરમાં રૂ. ૫ હજાર રોકડા હતા. પોલીસે લૂંટની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખામંડળમાં આવેલા આરંભડા ગામની સીમમાં આંબેડકર સોસાયટીમાં રહેતા કનૈયાભાઈ શામળાભાઈ હાથીયા નામના યુવાન ગઈ તા.૧૨ની બપોરે મીઠાપુરની મોટી બજારમાં ચાની એક હોટલ પાસે હતા.

આ વેળાએ ત્યાં ધસી આવેલા સુરજકરાડીના રાહુલ ધનાભાઈ રોશીયા નામના શખ્સે પોતાની સામે નોંધાયેલા એક ગુન્હામાં કનૈયાભાઈ સાક્ષી હોવાથી તેઓને ગાળો ભાંડી ફડાકો ઝીંકયો હતો અને જીજે-૩૭-કે ૩૧૨ નંબરનું એક્ટિવા સ્કૂટર કનૈયાભાઈ પાસેથી ઝૂંટવી લીધુ હતું. તે સ્કૂટરની ડેકીમાં કનૈયાભાઈએ રૂ. ૫ હજાર રોકડા રાખ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh