Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ણન તથા ફોટો મેળવી હાથ ધરાઈ તપાસઃ
જામનગર તા. ૩૧: જામનગરના અંધાશ્રમ આવાસ નજીક વસવાટ કરતા એક માહેશ્વરી પરિવારની પુત્રી પોતાના ઘરેથી ક્યાંક ચાલી ગઈ હોવાની પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે વર્ણન તથા ફોટો મેળવી તપાસ શરૂ કરી છે.
જામનગરના સમર્પણ હોસ્પિટલ રોડ પર આવેલા અંધાશ્રમ આવાસ નજીક હનુમાન ચોકની ગલી નં.૭માં રહેતા દેવશીભાઈ કરશનભાઈ ફફલ નામના માહેશ્વરી પ્રૌઢની બાવીસ વર્ષની પુત્રી હંસાબેન ગઈ તા.૧ ઓકટોબરની સવારે પોતાના ઘરેથી કહ્યા વગર જ ક્યાંક ચાલી ગઈ છે.
આ યુવતીની તમામ સગા સંબંધીને ત્યાં તપાસ કર્યા પછી પણ પત્તો નહીં લાગતા તેણીના પિતાએ પોલીસને જાણ કરી છે. આ યુવતી અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ જમાદાર એ.જે. સીંહલા-૯૯૭૮૫ ૮૬૧૦૯નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial