Advertisement
Author: નોબત સમાચાર

ગુસ્સે ભરાયા પછી ઝેરી પ્રવાહી પી લેનાર મહિલાનું થયું મૃત્યુ

કલ્યાણપુર પોલીસે તપાસ હાથ ધરીઃ

જામનગર તા. ૩૧: કલ્યાણપુરના રાવલ ગામના એક મહિલાએ કોઈ કારણથી ગુસ્સે ભરાઈ ઝેરી પ્રવાહી પી લીધુ હતું. તેણીનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.

દેવભુમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં જલારામનગરમાં રહેતા જીવીબેન બાલુભાઈ ગામી (ઉ.વ.૪૮) નામના મહિલાએ કોઈ બાબતે ગુસ્સે ભરાયા પછી સોમવારે પોતાના ઘરે કોઈ ઝેરી પ્રવાહી પી લીધુ હતું.

સારવારમાં ખસેડવામાં આવેલા આ મહિલાનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. પતિ બાલુભાઈ દેવાભાઈ ગામીએ પોલીસને જાણ કરી છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આ મહિલાની આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh