Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રમ્પે કેટલાક અન્ય દેશો માટે આંશિક પ્રવેશબંધી પણ ફરમાવી છેઃ
વોશિંગ્ટન તા. પઃ ટ્રમ્પ પ્રશાસન દ્વારા ૧ર દેશોના નાગરિકોના અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે, જેમાં આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશો મુખ્ય નિશાન બનાવાયા છે. રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર નિર્ણય લેવાયો હોવાના દાવા સામે વિવેચકો વંશીય ભેદભાવનો આક્ષેપ કરી રહ્યા છે. બોલ્ડર હુમલા પછી ઈમિગ્રેશન પર કડકાઈ વધી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને બુધવારે ૧ર દેશોના નાગરિકોના યુનાઈટેડ સ્ટેટ્સમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે, જે ટ્રમ્પની ઈમિગ્રેશન પ્રતિબંધોમાં નાટ્યાત્મક વધારો દર્શાવે છે. ટ્રમ્પની ઘોષણાએ મુખ્યત્વે આફ્રિકા અને મધ્ય પૂર્વના વિવિધ દેશોમાંથી મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે.
આ યાદીમાં અફઘાનિસ્તાન, મ્યાનમાર, ચાડ, રિપબ્લિક ઓફ કોંગો, ઈક્વેટોરિયલ ગિની, એરિટ્રિયા, હેતી, ઈરાન, લિબિયા, સોમાલિયા, સુદાન અને યમનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ટ્રમ્પે બુરુન્ડી, ક્યુબા, લાઓસ, સિયેરા લિયોન, ટોગો, તુર્કમેનિસ્તાન અને વેનેઝુએલા સહિતના કેટલાક અન્ય દેશોમાંથી મુસાફરી પર આંશિક પ્રતિબંધ પણ લાદ્યો છે.
આ દેશોમાંથી મુસાફરી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય ટ્રમ્પ દ્વારા દક્ષિણી સરહદે આશ્રય પર રોક લગાવ્યો અને હાર્વર્ડ યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મૂક્યા પછી આવ્યો છે, અને તેમના પ્રશાસને સમગ્ર યુનાઈટેડ સ્ટેટ્સમાં દરોડા પાડ્યા પછી આ નિર્ણય લેવાયો છે. ટ્રમ્પના આદેશમાં મુસાફરી પર પ્રતિબંધ મૂકવાનું કારણ રાષ્ટ્રીય સુરક્ષાના જોખમો તરીકે દર્શાવવામાં આવ્યું છે, પરંતુ વિવેચકોનું કહેવું છે કે, આ આદેશ માત્ર વંશીયતાના આધારે લોકોના મોટા સમુદાયો સામે ભેદભાવ કરે છે. તેમના પ્રથમ કાર્યકાળમાં ટ્રમ્પે ઈરાન સહિત ઘણાં મુસ્લિમ બહુમતીવાળા દેશોમાંથી મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો હતો.
ગઈકાલે બુધવારે સાંજે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયો સંદેશમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, 'બોલ્ડર, કોલોરાડોમાં તાજેતરના આતંકવાદી હુમલાએ આપણા દેશને વિદેશી નાગરિકોના પ્રવેશથી થતા અત્યંત જોખમોને રેખાંકિત કર્યા જે, જેઓ યોગ્ય રીતે ચકાસવામં આવ્યા નથી, તેમજ જેઓ અહીં કામચલાઉ મુલાકાતીઓ તરીકે આવે છે અને તેમના વિઝા પર વધુ સમય રોકાઈ જાય છે અમે તેમને નથી ઈચ્છતા.'
ટ્રમ્પનો આ આદેશ કોલોરાડોમાં એક ઈજિપ્તીયન વ્યક્તિ દ્વારા ગાઝામાં બંધક બનાવવામાં આવેલા લોકોને સન્માનિત કરી રહેલા એક જુથ પર હુમલો કર્યાના થોડા દિવસો પછી આવ્યો છે. ટ્રમ્પ પ્રશાસનના અધિકારીઓએ ચેતવણી આપી હતી કે તેઓ આ હુમલા પછી સ્થળાંતર પર કડક કાર્યવાહી કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial