Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૪૧ વર્ષની કારકિર્દી દરમિયાન અનેક પડકારરૂપ રેસ્ક્યુ કર્યા હતાંઃ
જામનગર તા. પઃ જામનગર મહાનગર પાલિકાની ફાયર શાખામાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા સી.એસ. પાંડિયન વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો હતો. તેમણે ૪૧ વર્ષ સુધી સેવા આપી હતી.
પોતાની ફરજ દરમિયાન તેમણે અનેક મહત્ત્વપૂર્ણ કામગીરી કરી હતી. ૧૯૮૯ માં લાલપુરના ઢાંઢર નદીમાં એસ.ટી. બસ તણાઈ હતી તેમાં બચાવ કામગીરી અને મૃતદેહ બહાર કાઢવાની કામગીરી કરી હતી. ખંભાતમાં પૂર હોનારત સમયે જામનગરથી બોટ સાથે બચાવ કામગીરી માટે પહોંચ્યા હતાં અને સતત આઠ દિવસ કામગીરી કરી હતી, ત્યારે જિલ્લા કલેક્ટરે બહુમાન કર્યું હતું.
વર્ષ ર૦૦૧ માં ભૂકંપ સમયે જામનગરમાં સતત ૧૦ દિવસ સુધી ર૪ કલાક ફરજ બજાવી હતી. ટાટા કંપની મીઠાપુર, રિલાયન્સમાં આગ સમયે બચાવ સહિતની કામગીરી કરી હતી. ધુંવાવમાં પૂર હોનારત સમયે ૧પ૦ વ્યક્તિનું રેસ્ક્યુ કર્યું હતું. કોરોનામાં હોસ્પિટલમાં સતત ર૪ કલાક હાજરી આપી સેવા કરી હતી.
૧૯૯૪ માં ફાયર-મેનમાંથી ડ્રાયવર-કમ-ઓપરેટર તરીકે બઢતી મળી, ર૦ર૦માં ફાયર સ્ટેશન ઓફિસર તરીકે બઢતી મળી, અને ર૦રર માં ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર તરીકે બઢતી મળી હતી.
તેમણે અનેક પ્રકારની તાલીમ મેળવી હતી. અનેક સ્થળે બચાવ-રાહત કામગીરી કરી હતી. સાધનસામગ્રીની તાલીમ મેળવી અન્ય સ્ટાફને માહિતગાર કર્યા હતાં. સાધનાકોલોનીમાં મકાન તૂટી પડતા ત્રણ વ્યક્તિને જીવીત સલામત રીતે બહાર કાઢ્યા હતાં. જામનગર જિલ્લામાં આગ, અકસ્માત, પૂર કે કુદરતી હોનારતમાં ર૪ કલાક ફરજ બજાવી છે.
જે-તે સમયના ફાયર સુપ્રિ. ગોપીનાથનના સમયમાં તેમના માર્ગદર્શન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરી છે. તેઓ ફરજ નિવૃત્ત થતા સ્ટાફે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. અગાઉ મેયર, કમિશનર દ્વારા તેમને સારી કામગીરી અંગે અભિનંદન પાઠવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial