Advertisement
Author: નોબત સમાચાર

ઈન્ડિયન કોસ્ટગાર્ડમાં નોકરી અપાવવા એક શખ્સે બીજા પાસે પરીક્ષા અપાવ્યાની ફરિયાદ

બંને શખ્સ સામે અધિકારીએ નોંધાવ્યો ગુન્હોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫:ઈન્ડિયન કોસ્ટગાર્ડમાં એમટી ડીઓજીની પોસ્ટ પર નોકરી મેળવવા માટે હરિયાણાના એક શખ્સે રાખવામાં આવેલી એક પરીક્ષામાં અન્ય એક વ્યક્તિને રૂ.૨૦ હજાર આપી પરીક્ષા અપાવી દઈ બનાવટી દસ્તાવેજ ઉભા કર્યાની કોસ્ટગાર્ડના એક અધિકારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે.

ઓખામાં આવેલા ઈન્ડિયન કોસ્ટગાર્ડ સ્ટેશનના ૧૫ નંબરના હેડકવાર્ટરમાં ફરજ બજાવતા સમીર  દેવચરણ લાગુવી નામના મૂળ ઝારખંડના અધિકારીએ હરિયાણા રાજ્યના સતિષ જાપાન નામના શખ્સ તથા તેના સાગરિત મનિષ કુમાર સામે ફોજદારી ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ઈન્ડિયન કોસ્ટગાર્ડમાં એમ.ટી. ડીઓજીની પોસ્ટ પર નોકરી મેળવવા માટે ગઈ તા.૨૬ માર્ચના દિને યોજવામાં આવેલી પરીક્ષામાં હરિયાણા રાજ્યના જીંદ જિલ્લાના બુઢાખેરા લાઢરના અકાલગર ગામના સતિષ જાપાન નામના શખ્સે પોતાના વતી હરિયાણાના નીવાલી ગામના મનિષ કુમારને બેસાડી પરીક્ષા અપાવી હતી અને તેમાં સતિષ પાસ પણ થઈ ગયો હતો.

ત્યારપછી આ શખ્સે નોકરી મેળવવા માટે પોતાના નામે પરીક્ષા આપવા માટે રૂ.૧૦ હજાર આપી મનિષ કુમારને પરીક્ષામાં રજૂ કરી બનાવટી દસ્તાવેજ ઉભા કરી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યાની વિગતો જાણવા મળતા કોસ્ટગાર્ડના અધિકારી સમીર દેવચરણે ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ૩૩૬ (ર) (૩), ૩૪૦ (ર), ૩૧૯ (ર) સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સતિષ જાપાન તથા મનિષ કુમાર સામે તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh