Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઈ શ્રી સોનલમાં એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા
ખંભાળીયા તા. ૫:ખંભાળીયા સોનલધામમાં ધો. ૧૦-૧૨ના ચારણ-ગઢવી સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે સોનલધામ મઢડાથી પૂજ્ય ગીરીઆપા અને આઈ હિરલમાં સહિત સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ખંભાળીયા જડેશ્વર રોડ પર આવેલ સોનલધામમાં આવેલ ચારણ-ગઢવી કુમાર છાત્રાલયમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચારણ-ગઢવી સમાજના વર્ષ ૨૦૨૫માં ધો.૧૦ અને ૧૨માં પાસ થયેલ તેજસ્વી તારલાઓનું આઈશ્રી સોનલમાં એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧ જૂને રવિવારે સાંજે ચાર થી છ દરમ્યાન વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
આઈ શ્રી પૂજ્ય હિરલમાં તેમજ મઢડાથી પૂજ્ય ગીરીઆપા તેમજ સમાજ અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી સોનલમાં એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ તકે ૧૫૦ જેટલા ધો. ૧૦-૧૨માં પાસ થયેલા ચારણ-ગઢવી સમાજના તેજસ્વી ભાઈઓ-બહેનોને હિરલ માતાજી, ગીરીઆપા તેમજ ટ્રસ્ટીઓ અને સમાજ અગ્રણીઓના હસ્તે પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
દ્વારકા જિલ્લામાં ચારણ ગઢવી સમાજમાંથી જે વિદ્યાર્થીઓ ધો. ૧૦-૧૨માં પ્રથમ દ્વિતીય અને તૃતીય આવેલ તેને વિશિષ્ટ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ટ્રસ્ટ દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓ અને સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial