Advertisement
Author: નોબત સમાચાર

દિવ્યાંગ મતદારોની ચૂંટણીઓમાં સહભાગિતા વધારવા સહિયારા પ્રયાસોની જરૂરઃ કલેકટર

જામનગર ડિસ્ટ્રીકટ મોનિટરીંગ કમિટી ઓન એકસેસિબલ ઈલેકશનસની બેઠક

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫:ચૂંટણીમાં દિવ્યાંગજનોની સહભાગીતા વધારવા જિલ્લા કલેકટર કેતન ઠકકર દ્વારા બેઠક યોજાઈ હતી. જેમાં દિવ્યાંગ વ્યકિતઓની ચૂંટણી પ્રક્રિયામાં કાર્યક્ષમ અને અસરકારક સહભાગિતા માટે યોગ્ય વાતાવરણ ઉભું થાય તે માટે અસરકારક કામગીરી હાથ ધરવા કલેકટરે સૂચન કર્યુ હતુ. આ બેઠક દરમિયાન ચૂંટણી પ્રક્રિયામાં સક્રિયતા દાખવવા અને મતદાન અંગે જાગૃતિ લાવવા જિલ્લાના સૌ દિવ્યાંગજનોને સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા અપીલ કરાઈ હતી.

ચૂંટણીઓમાં દિવ્યાંગ મતદારોની ભાગીદારી વધારવા અને તેમને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી  કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને *ડિસ્ટ્રિક્ટ મોનિટરિંગ કમિટી ઓન એક્સેસિબલ ઇલેકશન્સ*ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દિવ્યાંગજનોના કલ્યાણ માટે કાર્યરત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા, જ્યાં કલેક્ટરે જરૂરી સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં કલેક્ટરે દિવ્યાંગ મતદારોની ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય અને અસરકારક ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે દિવ્યાંગ મતદારોનું મતદાન મથકવાર મેપિંગ કરવા અને તેમના અદ્યતન ડેટાની જાળવણી કરવા, હજુ સુધી નોંધણી ન કરાવેલ દિવ્યાંગ વ્યક્તિઓની ઓળખ કરીને તેમને મતદાર યાદીમાં નોંધવા માટે ખાસ ઝુંબેશ ચલાવવા, *સુગમ મતદાન મથક* અને *સુગમ મતદાન જાગૃતિ અભિયાન* હેઠળ અવરોધમુક્ત વાતાવરણ બનાવવા પગલાં લેવા, જિલ્લામાં યોજાનારી તમામ ચૂંટણીલક્ષી તાલીમોમાં દિવ્યાંગોની વિશેષ જરૂરિયાતોનો સમાવેશ કરવો, દિવ્યાંગ વ્યક્તિઓની મતદાર તરીકે નોંધણી અને ચૂંટણી પ્રક્રિયામાં તેમની સહભાગિતા વધે તે માટે ખાસ જાગૃતિ કેમ્પનું આયોજન કરવું, દિવ્યાંગોની ચૂંટણીમાં ભાગીદારી વધારવા માટે દિવ્યાંગ સમુદાયમાંથી *ડિસ્ટ્રિક્ટ આઈકોન*ની નિમણૂક કરવી વગેરે મુદ્દા પર ભાર મુક્યો હતો.

કલેક્ટરે જણાવ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા અપાયેલ દિવ્યાંગોની કાર્યક્ષમ અને અસરકારક ભાગીદારી અંગેના નિર્દેશોનો અમલ કરવો અત્યંત મહત્ત્વપૂર્ણ છે. દિવ્યાંગ વ્યક્તિઓની ચૂંટણી પ્રક્રિયામાં કાર્યક્ષમ અને અસરકારક સહભાગિતા માટે યોગ્ય વાતાવરણ ઊભું થાય તે માટે સૌ સાથે મળી પ્રયાસ કરે તે જરૂરી છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, કાર્યપાલક ઈજનેર, શ્રીરામ મૂક બધિર બહેરા મુંગા શાળાના આચાર્ય, અને અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રના સંસ્થાપક સહિતના પદાધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh