Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રમ્પ પર આગબબૂલા થઈ ફોલોઅર્સ અને સાંસદોને કરી અપીલ
વોશિંગ્ટન તા. પઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખર્ચ અને ટેક્સને લગતા બિલ પર ગુસ્સે થયેલા એલોન મસ્કે એ બિલ પર આકરી ટીકા કરી છે, જેને વ્હાઈટહાઉસે નકારી દીધી છે.
ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્કે ફરીથી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રજૂ કરાયેલા ટેક્સ અને ખર્ચ સંબંધિત બિગ બ્યુટીફુલ બિલ પર આકરા પ્રહારો કર્યા છે. આ બિલને અમેરિકાને નાદાર બનાવનાર ગણાવતા મસ્કે તેમના ર૦ કરોડથી વધુ અનુયાયીઓને સાંસદોને ફોન કરીને કિલ ધી બિલ કહેવાની અપીલ કરી છે. એલોન મસ્ક તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે તમારા સેનેટર અને સાંસદને બોલાવો. અમેરિકાને નાદાર બનાવવું યોગ્ય નથી. કિલ ધી બિલ.
એલોન મસ્ક સરકારી વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ ઓફિશિયન્સીના વડા રહ્યા છે, જો કે હવે આ વિભાગ નાબૂદ કરવામાં આવ્યો છે. તેથી મસ્ક હવે આ બિલ સામે પોતાની બધી તાકાત એકઠી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે મોટા ખર્ચવાળા આ બિલો અમેરિકાને નષ્ટ કરી રહ્યા છે. હવે બહુ થાયું, મસ્ક દલીલ કરે છે કે આ બિત અમેરિકાના દેવામાં વધારો કરશે, અને આ દેશને ઝડપથી મોટી ખાધ તરફ દોરી જશે.
જો કે, કોંગ્રેસના કેટલાક ટોચના રિપબ્લિકન નેતાઓએ એલોન મસ્કની ટીકાને નકારી કાઢી છે, જ્યારે વ્હાઈટ હાઉસના એક અધિકારીએ મસ્કની ટિપ્પણીને ગુસ્સે કરનારી ગણાવી છે. સેનેટર કેવિન કેમર (નોર્થ ડાકોટા) એ કહ્યું, મને નથી લાગતુ કે ઘણાં સેનેટરોને એલોન જે કહે છે તેમાં રસ છે. તે રમુજી છે, પરંતુ અમે ગંભીર નીતિ નિર્માતાઓ છીએ, આપણે વાસ્તવિક્તાનો સામનો કરવો પડશે.
આ બિલ ટેસ્લાને ફાયદો કરાવતી કેટલીક સબસિડીઓ દૂર કરવાની વાત કરે છે, જેનાથી મસ્કનો વિરોધ વધુ તીવ્ર બન્યો છે. તેમણે ટ્રમ્પના બિલને 'ધૃણાસ્પદ અને કૌભાંડોથી ભરેલું ગણાવ્યું'. મસ્કે કહ્યું, 'મને માફ કરશો, પરંતુ હું હવે તે સહન કરી શકતો નથી. ખર્ચાઓ અને ગંદી વાતોથી ભરેલું આ બિલ શરમજનક છે, જેમણે તેને મત આપ્યો છે તેમને તેમના કાર્યો પર શરમ આવવી જોઈએ.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial