Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલ કેવાયસીની કામગીરી ચાલી રહી છે ત્યારે
જામનગરના લાલબંગલા સ્થિત ઝોનલ કચેરીમાં હાલ કેવાયસીની કામગીરી ચાલી રહી છે, પરંતુ સંખ્યાબંધ અસુવિધાના કારણે અરજદારો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. ક્યારેક નેટવર્ક ઈસ્યુ ઊભા થતા કામગીરી થોડા સમય માટે બંધ રહે છે. તો ક્યારેક કર્મચારીઓની અવળચંડાઈનો પણ અરજદારો ભોગ બનતા રહે છે. આજે સવારે ૧૦-પ૦ કલાક સુધી કચેરીની બારી ખુલ્લી ન હતી, જ્યારે અરજદારો વહેલી સવારથી અરજદારો લાંબી કતારમાં ઊભા જોવા મળે છે. ખાસ કરીને બાળકો, મહિલાઓ ભારે પરેશાન થયા હતાં. શું ઉચ્ચ અધિકારીઓ અચાનક આ કચેરીની મુલાકાત કરી કામગીરીનું નિરીક્ષણ કરી શકે નહીં? પરંતુ અરજદારોને કોઈની ચિંતા નથી. આમ કર્મચારીઓનું અવળચંડાઈના કારણે હાલ તો અરજદારો પરેશાની ભોગવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial