Advertisement
Author: નોબત સમાચાર

સીઆઈએસએફના જવાનો તથા પરિવારોને વિશેષ બેન્કીંગ લાભો મળશેઃ વીમા કવચમાં થશે વધારો

એસ.બી.આઈ. સાથે એમ.ઓ.યુ. થવાના કારણે

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. પઃ સીઆઈએસએફ અને એસબીઆઈ વચ્ચે મહત્ત્વપૂર્ણ બેન્કીંગ એમ.ઓ.યુ. થતા હવે જવાનો અને તેમના પરિવારજનોને બેન્કીંગ ક્ષેત્રના અનેક નવીન લાભો મળતા થશે.

સીઆઈએસએફ (સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરીટી ફોર્સ) એ પોતાના જવાનો અને તેમના પરિવારજનોના કલ્યાણ માટે એક મોટું પગલું ભર્યું છે. ર૩ મે, ર૦રપ ના સીઆઈએસએફ અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા વચ્ચે સેલરી એકાઉન્ટ વ્યવસ્થાપન માટે આગામી ત્રણ વર્ષ માટે એક મહત્ત્વપૂર્ણ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ એમઓયુ સીઆઈએસએફના કર્મચારીઓ અને તેમના આશ્રિતો માટે બેન્કીંગ સુવિધાઓ અને વીમા કવચમાં નોંધપાત્ર વધારો કરશે.

આ નવા એમઓયુ હેઠળ કર્મચારીઓ અને પેન્શનરોને મુખ્ય લાભ મળશે, જેમાં સેવા આપતા કર્મચારીઓ માટે ૧ કરોડનું મફત વ્યક્તિગત અકસ્માત વીમા કવચ (જે પહેલા પ૦ લાખ હતું) અને પેન્શનરો માટે વ્યક્તિગત અકસ્માત વીમો રૂ. પ૦ લાખનો સમાવેશ થાય છે. હવાઈ દુર્ઘટનાના કિસ્સામાં ૧.પ કરોડનું વળતર મળશે, અને સેવા આપતા કર્મચારીઓ માટે ૧૦ લાખનું ટર્મ ઈન્શ્યોરન્સ પ્રથમ વખત ઉમેરવામાં આવ્યું છે.

કાયમી સંપૂર્ણ અને આંશિક વિક્લાંગતા માટે ૧ કરોડનું કવર પણ પ્રદાન કરવામાં આવશે. નોંધનીય છે કે પેન્શનરોને પણ પ્રથમ વખત ઘણાં નવા લાભો અને હાલના લાભોમાં નોંધપાત્ર વધારો મળશે. બેસબીઆઈ સીઆઈએસએફ કર્મચારીઓને અન્ય શ્રેષ્ઠ સુવિધાઓ પણ પૂરી પાડશે, જેમાં ઝીરો એકાઉન્ટ બેલેન્સ, વાર્ષિક શુલ્ક વિના મફત ડેબિટ કાર્ડ, એસબીઆઈ એટીએમ પર અમર્યાદિત મફત ટ્રાન્ઝેક્શન અને અન્ય બેંક એટીએમ પર દર મહિને ૧૦ મફત ટ્રાન્ઝેક્શનનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત જરૂરિયાત મુજબ મફત ડિમાન્ડ ડ્રાફ્ટ, ખાતામાં વધારાના ભંડોળ પર ઓટોમેટિકલી ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા (ઓટો સ્વીપ), અને બેંક લોકરના ભાડા પર ૧૦ ટકા ડિસ્કાઉન્ટ પણ મળશે. દુર્ઘટનામાં મૃત્યુના કિસ્સામાં બર્ન સર્જરી, બાળકોની ઉચ્ચ શિક્ષ સહાય, બાલિકા લગ્ન સહાય, એર એમ્બ્યુલન્સ (૧૦ લાખ સુધી) અને એમ્બ્યુલન્સ ચાર્જ જેવા કવચનો સમાવેશ થાય છે.

'એસબીઆઈ રીસ્તે' ફેમિલી સેવિંગ્સ એકાઉન્ટ હેઠળ સીઆઈએસએફ જવાનોના પરિવારો પતિ-પત્ની, બાળકો, માતા-પિતા અને ભાઈ-બહેનો માટે ચાર ઝીરો બેલેન્સ ખાતા ખોલાવી શકાશે, જેમાં મફત ડેબિટ કાર્ડ, મફત ટ્રાન્ઝેક્શન, મફત ડિમાન્ડ ડ્રાફ્ટ, ઓટો સ્વીપ અને લોકર ભાડા પર ૧૦ ટકા ડિસ્કાઉન્ટ જેવા લાભો મળશે. ૧૮ વર્ષથી વધુ વયના સભ્યો માટે પ લાખનું વ્યક્તિગત અકસ્માત મૃત્યુ કવર પણ આમાં સામેલ છે.

આ લાભો સમયસર મળે તે સુનિશ્ચિત કરવા માટે એક ખાસ ફરિયાદ નિવારણ પદ્ધતિ ગોઠવવામાં આવશે. એસબીઆઈના સમર્પિત રિલેશનશીપ મેનેજર સીઆઈએસએફ કલ્યાણ નિયામક સાથે સતત સંકલનમાં રહેશે. આ ઉપરાંત એસબીઆઈ સીઆઈએસએફ કેમ્પસમાં શાખાઓની સ્થાપના/ નવીનિકરણ કરશે અને નવી ટેકનોલોજીનો પરિચય કરાવશે. કર્મચારીઓ માટે બેન્કીંગ અને રોકાણ જાગૃતિ કાર્યક્રમો પણ યોજવામાં આવશે. આ એમઓયુ સીઆઈએસએફ અને એસબીઆઈ બન્નેની તેમના કર્મચારીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણ પ્રત્યેની દૃઢ પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે, જે સુરક્ષા દળોના મનોબળને ઊંચું રાખવામાં મદદ કરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh